ઋષિકેશઃ યાત્રાધામ ઋષિકેશના શિવાજી નગર સ્થિત ગલી નંબર 16માં ટેન્ટ હાઉસ (gas cylinderS blast in Rishikesh) સ્ટોરેજમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેના કારણે સ્ટોરમાં રાખેલા લગભગ 6 સિલિન્ડર એક પછી એક વિસ્ફોટ થયા. તેમજ આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી છે. જો કે આ પહેલા સ્થાનિક લોકોએ આગ પર ઘણા અંશે કાબુ મેળવી લીધો હતો.
આ પણ વાંચો: રાકેશ ટિકૈતે કહ્યું- સરકાર બુલડોઝર-બુલડોઝર રમવામાં છે વ્યસ્ત
ટેન્ટ હાઉસના સ્ટોરેજમાં અચાનક આગ: મળતી માહિતી મુજબ, ટેન્ટ હાઉસના સ્ટોરેજમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ સ્ટોરેજમાં ટેન્ટ વસ્તુઓ અને એલપીજી સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. જે બાદ આ સિલિન્ડરોમાં આગ લાગવાના કારણે એક પછી એક વિસ્ફોટ થયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
ફાયર એન્જિન મોડું પહોંચ્યું: આગ પછી ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. પરંતુ ફાયર બ્રિગેડ આવે તે પહેલા જ સ્થાનિક લોકોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સાથે જ ફાયર વિભાગના કર્મચારીઓએ આગને કાબુમાં લીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, માહિતી આપ્યા બાદ પણ ફાયર એન્જિન મોડું પહોંચ્યું હતું.
નુકસાનનું મૂલ્યાંકન કર્યા પછી મદદની ખાતરી: ઋષિકેશના મેયર અનિતા મમગૈન પણ માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની જાણકારી મેળવી હતી. તેમણે કહ્યું કે જે રીતે સ્થાનિક લોકોએ એકબીજાની મદદથી આગ પર કાબૂ મેળવ્યો તે પ્રશંસનીય છે. તેમણે પીડિતને સાંત્વના આપી અને નુકસાનનું મૂલ્યાંકન કર્યા પછી મદદની ખાતરી આપી.
આ પણ વાંચો: 1300 કરોડના હેરોઇન મામલે થયા વધુ ખુલાસા, શા માટે દરિયાઈ માર્ગો પસંદ કરાવામાં આવ્યા
આગ પર કાબૂ મેળવ્યો: ફાયર એફએસઓ બલબીરે જણાવ્યું કે, માહિતી મળતાની સાથે જ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે આગને કારણે તમામ સામાન બળીને રાખ થઈ ગયો છે અને નજીકના મકાનોને નુકસાન થયું છે.