ETV Bharat / bharat

ગાંજાના ખેતરમાં દરોડો પાડવા ગયેલી પોલીસ પર હુમલો, CPI ગંભીર રીતે ઘાયલ

કર્ણાટકના કલબુર્ગી જિલ્લાના હોનાલી ગામમાં પોલીસ પર ગાંજા(Ganja) પેડલર્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં સર્કલ ઈન્સ્પેક્ટરને ગંભીર ઈજાઓ પહોંચી હતી.(Ganja peddlers attacked police in Kalaburagi)

author img

By

Published : Sep 24, 2022, 4:48 PM IST

ગાંજાના ખેતરમાં દરોડો પાડવા ગયેલ પોલીસ પર હુમલો, CPI ગંભીર રીતે ઘાયલ

કલબુર્ગી (કર્ણાટક): મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ પર કલબુર્ગી જિલ્લાના હોનાલી ગામમાં ગાંજાના(Ganja) વિક્રેતાઓ દ્વારા પોલીસ પર જીવલેણ હુમલાની ઘટના બની હતી. આ ઘટના 23 સપ્ટેમ્બરના રોજ બની હતી.(Ganja peddlers attacked police in Kalaburagi) કમાલપુર સ્ટેશન સર્કલ ઇન્સ્પેક્ટર શ્રીમંત ઇલાલ ગંભીર રીતે ઘાયલ થયા હતા, અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.( CPI seriously injured)

તેઓ ICUમાં છે: સર્કલ ઇન્સ્પેક્ટર શ્રીમંત ઇલાલને પેટ, માથા અને શરીરના ઘણા ભાગોમાં ગંભીર ઇજાઓ થઇ હતી. તેને બસવકલ્યાણ હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. બાદમાં, તેને વધુ સારવાર માટે કાલબુર્ગીની યુનાઇટેડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેઓ ICUમાં છે.

મહારાષ્ટ્ર સરહદ પર ગાંજાની ખેતીના સ્ત્રોત: ગાંજાના કેસમાં કલબુર્ગીની આરોપી નવીના અને બસવકલ્યાણ તાલુકાના ભોસગાના સંતોષની બે દિવસ પહેલા કમલાપુર તાલુકાના દસ્તાપુરા ક્રોસ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે, કમલાપુર સીપીઆઈ શ્રીમંત ઇલાલની આગેવાની હેઠળ 10 પોલીસકર્મીઓની ટીમે શુક્રવારે મહારાષ્ટ્ર સરહદ પર ગાંજાની ખેતીના સ્ત્રોત હોનાલીના એક ખેતરમાં દરોડો પાડ્યો હતો.(karnatka maharashtra border )

કર્મચારીઓને પણ સામાન્ય ઈજાઓ: આ સમયે અચાનક લાકડીઓ અને પથ્થરો સાથે આવેલા 40 જેટલા બદમાશોના ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. આ કેસમાં સીપીઆઈ શ્રીમંત ઈલાલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મહાગાંવ PSI આશા રાઠોડા સહિત અન્ય કર્મચારીઓને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.