ચંદીગઢ(પંજાબ): પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાના મુખ્ય સૂત્રધાર ગોલ્ડી બ્રારની અમેરિકાના કેલિફોર્નિયામાં અટકાયત કરવામાં આવી છે. (Gangster Goldy Brar Detained In California )જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગોલ્ડીની 20 નવેમ્બરે કે તે પહેલા અટકાયત કરવામાં આવી હતી.
અમેરિકન એજન્સીઓનો સંપર્ક: આ માહિતી ભારતીય ગુપ્તચર એજન્સીઓ સુધી પહોંચી ચૂકી છે, એમ સૂત્રએ જણાવ્યું હતું. જે બાદ ભારતીય અધિકારીઓ અમેરિકન એજન્સીઓનો સંપર્ક કરી રહ્યા છે. અગાઉના 2 કેસમાં ગોલ્ડી બ્રાર સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે. તે થોડા અઠવાડિયા પહેલા કેનેડાથી રાજકીય આશ્રય માટે કેલિફોર્નિયા ભાગી ગયો હતો.
અમેરિકા ભાગી ગયો: જ્યારે પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યા કરવામાં આવી ત્યારે માસ્ટરમાઇન્ડ ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર કેનેડામાં રહેતો હતો. તેને ડર હતો કે તે હવે તેના માટે સુરક્ષિત નથી અને તેથી જ તે કેનેડાથી ફ્રેસ્નો, કેલિફોર્નિયા ગયો હતો. સલામતી ખાતર તે અમેરિકા ભાગી ગયો હતો. ત્યાં ગયા બાદ તેણે બે વકીલોની મદદથી રાજકીય આશ્રય લેવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
એજન્સીઓને ટેકો: ગોલ્ડી બ્રાર અનેક હત્યાઓમાં તેની સંડોવણી માટે જાણીતો છે. આંતરરાષ્ટ્રિય સંસ્થાઓએ મોબસ્ટર માસ્ટરમાઇન્ડની હિલચાલ પર નજર રાખવા માટે ભારતીય એજન્સીઓને ટેકો આપ્યો છે.