- તમિલનાડુ ચોપર દુર્ઘટનામાં ચાર જવાનોની ઓળખ થઈ
- તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું
- મૃતદેહની સાચી ઓળખ બાદ તેને પરિવારજનોને સોંપવામાં આવશે
નવી દિલ્હી: તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં(Tamil Nadu Chopper Crash) જીવ ગુમાવનારા ભારતીય વાયુસેનાના ચાર જવાનોના મૃતદેહોની ઓળખ(Chopper Crash Four IAF personnel identified) થઈ ગઈ છે. ભારતીય વાયુસેનાએ કહ્યું કે, સૈન્ય કર્મચારીઓના નશ્વર અવશેષોને હવાઈ પરિવહન દ્વારા તેમના વતન જિલ્લામાં મોકલવામાં આવશે, જ્યાં લશ્કરી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર(Military honors funeral) કરવામાં આવશે.
સૈન્ય કર્મચારીઓના મૃતદેહને એરલિફ્ટ કરવામાં આવશે
ભારતીય સેનાના લાન્સ નાઈક બીસાઈ તેજા અને લાન્સ નાઈક વિવેક કુમારના મૃતદેહની પણ ઓળખ(Identification of corpses in Chopper Crash) થઈ ગઈ છે. શનિવારે સવારે મૃતદેહો નજીકના પરિવારજનોને સોંપવામાં આવશે. ભારતીય સેનાએ કહ્યું કે સૈન્ય કર્મચારીઓના મૃતદેહને એરલિફ્ટ કરવામાં આવશે. આ પહેલા દિલ્હી કેન્ટની બેઝ હોસ્પિટલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે.
જવાનોના પરિવારજનો મૃતદેહની ઓળખ કરવા માટે રાજધાની પહોંચ્યા
આ પહેલા શુક્રવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે, તમામ 10 સેનાના જવાનોના પરિવારજનો મૃતદેહની(Body in a helicopter crash in Coonoor) ઓળખ કરવા માટે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા છે. પાર્થિવ દેહની ઓળખ માટે વૈજ્ઞાનિક ઉપાયોની સાથે પરિવારના સભ્યોની મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત મૃતદેહની સાચી ઓળખ બાદ તેને પરિવારજનોને સોંપવામાં આવશે.