- સચખંડ ગુરુદ્વારાના પરીસરમાં શીખ શ્રદ્ધાળુઓ અને પોલીસ વચ્ચે ઝડપ
- કેટલાક શ્રદ્ધાળુઓએ પોલીસ પર હુમલો કરી ગાડીમાં તોડફોડ કરી
- હોલા મહોલ્લા કાર્યક્રમ પર કોરોને લીધે મૂકાયો હતો પ્રતિબંધ
નાંદેડ : મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં સચખંડ ગુરુદ્વારાના પરીસરમાં શીખ શ્રદ્ધાળુઓ અને પોલીસ વચ્ચે ઝડપ થવાથી ચાર પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા. ગુરુદ્વારામાં દર વર્ષે યોજાનાર શીખના હોલા મહોલ્લા કાર્યક્રમ પર કોરોને લીધે પ્રતિબંધ મૂકાયો હતો. જેને લઈને ગુરુદ્વારામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરંતુ અચાનક કેટલાક શ્રદ્ધાળુઓએ પોલીસ પર હૂમલો કરી દીધો અને પોલીસની ગાડીમાં તોડફોડ કરી હતી.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર: મોલમાં લાગેલી આગમાં 10ના મોત, 14 કલાક બાદ પણ આગ બેકાબૂ
પ્રતિબંધ હોવા છતાં કેટલાક લોકોએ પરંપરાગત સરધસ નિકાળવા પ્રયાસ કર્યો
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતી અનુસાર, નાંદેડમાં શીખ સમુદાયના હોલા મહોલ્લા સરઘસને મંજૂરી આપવામાં આવી નથી. આ સંદર્ભમાં ધર્મગુરુઓ સાથે ચર્ચા કરીને સિમિત શ્રદ્ધાળુઓના પ્રમાણિત ધાર્મિક કાર્યક્રમોનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક લોકોએ પરંપરા સરધસ નિકાળવા પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર: લોકલ ટ્રેનમાં સ્ટંટ કરવા જતા એક યુવકનું મોત
ગુરુદ્વારા પાસે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં એકઠા થયા
પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, સોમવારે સાંજે ચાર વાગ્યે ગુરુદ્વારા પાસે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ દરમિયાન કેટલાક લોકોની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ થયેલી ઝડપમાં ચાર પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયા હતા.