ETV Bharat / bharat

પૂર્વ ક્રિકેટર અજહરુદ્દીનની કારને નડ્યો અકસ્માત - લેટેસ્ટ ગુજરાતી ન્યૂઝ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અજહરુદ્દીનની કારને અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટના રાજસ્થાનના સવાઇમાધોપુરમાં ઘટી હતી.

Former cricketer Mohammad Azharuddin
Former cricketer Mohammad Azharuddin
author img

By

Published : Dec 30, 2020, 6:06 PM IST

  • પૂર્વ ક્રિકેટર અજહરુદ્દીનને નડ્યો અકસ્માત
  • કારમાં 4 લોકો સવાર હતા
  • 1 યુવક ઇજાગ્રસ્ત

જયપુર (રાજસ્થાન): પૂર્વ ક્રિકેટર અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અજહરુદ્દીનની કાર લાલસોટ-કોટ હાઇવે પર દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. આ ઘટનામાં અજહરુદ્દીનનો બચાવ થયો હતો. કારમાં અજહરુદ્દીન સહિત બીજા 4 લોકો પણ સવાર હતા. જાણકારી અનુસાર અજહરુદ્દીન તેના પરિવાર સાથે રણથંભૌર જઇ રહ્યા હતા. આ ઘટનામાં હોટલમાં કામ કરનાર એક યુવકને સામાન્ય ઇજા થઇ હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

  • પોલીસ ઘટના સ્થળે પહોંચી

એક્સિડન્ટની જાણકારી મળતા જ સૂરવાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને દુર્ઘટનાગ્રસ્ત કારને રસ્તા પરથી હટાવી હતી. મોહમ્મદ અજહરુદ્દીન સવાઇ માધોપુરના રણથંભૌર સ્થિત રાષ્ટ્રીય ઉદ્યાન જઇ રહ્યા હતા. તેમની સાથે કારમાં અન્ય 3 લોકો પણ સવાર હતા. લાલસોટ-કોટા હાઇવે નજીક સૂરવાલ પાસે તેમની કારને અકસ્માત નડ્યો હતો. એક્સીડન્ટ બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કારમાં રહેલા લોકોને બહાર કાઢ્યા હતા.

  • હોટેલમાં કામ કરનાર 1 યુવકને સામાન્ય ઇજા

સ્થાનિક લોકોએ મોહમ્મદ અજહરુદ્દીનને બીજી કાર મારફતે હોટેલ પહોંચાડ્યા હતા. હાલ અજહરુદ્દીન સુરક્ષિત છે અને તેની સાથેના લોકો પણ સલામત છે. સૂરવાલા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, કાર અનિયંત્રિત થઇ હતી અને 2 પલ્ટી મારી ગઇ હતી. આ ઘટનામાં હોટેલમાં કામ કરનાર યુવક તેની ઝપેટમાં આવ્યો હતો. તેને સામાન્ય ઇજા થઇ હતી. હાલ તે સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.