- સોલી સોરાબજી દેશના વિખ્યાત વકીલ હતા
- સોલી સોરાબજીનું પદ્મ વિભૂષણથી સન્માન કરાયું હતું
- સોલી સોરાબજી 1989થી 1990 સુધી એટર્ની જનરલ હતા
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીનું 91 વર્ષની વયે નિધન થયું છે. આપને જણાવી દઈએ કે, સોરાબજી પહેલા 1989થી 1990 સુધી એટર્ની જનરલ રહ્યા હતા. ત્યારબાદ તેમણે વર્ષ 1998થી 2004 સુધી પણ આ જવાબદારી સંભાળી હતી. ભારત સરકારે તેમની કામગીરીને જોતે તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.
આ પણ વાંચોઃ નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ નગીન ગાવિતનુ નિધન
સોલી સોરાબજીએ વર્ષ 1953થી વકીલાત શરૂ કરી હતી
સોલી સોરાબજીનું પૂરું નામ સોલી જહાંગીર સોરાબજી હતું. તેમનો જન્મ વર્ષ 1930માં મુંબઈમાં થયો હતો. તેમણે વર્ષ 1953થી બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. ત્યારબાદ વર્ષ 1971માં તેઓ સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સિલ બન્યા હતા.
આ પણ વાંચોઃ જાણીતા બંગાળી લેખક અનીશ દેબનું કોરોનાથી નિધન
દેશના પ્રખ્યાત વકીલ હતા સોલી સોરાબજી
સોલી સોરાબજીની ઓળખ દેશના વિખ્યાત વકીલોમાં થતી હતી. આ સાથે જ તેઓ માનવાધિકારના પણ મોટા વકીલ હતા. નાઈઝિરિયામાં માનવાધિકાર અંગે જાણવા મળતા યુનાઈટેડ નેશને વર્ષ 1997માં તેમને વિશેષ દૂત બનાવીને મોકલ્યા હતા.