મુંબઈ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં રવિવારે તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના પાંચ બાળકોના મોત થયા (Nanded district lake accident) છે. આ ઘટના, નાંદેડમાં આવેલા કંદહારના જગતુંગ તળાવમાં બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાંચમાંથી બે સગા ભાઈ અને ત્રણ પિતરાઈ ભાઈ હતા. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ, પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ તમામના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. (5 people drowned in the lake)
આ પણ વાંચો : દશામાંનો ઉત્સવ માતમમાં છવાયો, વિસર્જન વખતે યુવક-યુવતી ડૂબ્યા
એક સાથે પાંચ ભાઈઓ ડૂબ્યા : મળતી માહિતી મુજબ, નાંદેડ શહેરના ખુદબાઈ નગરના બે પરિવાર કંદહારની દરગાહમાં દર્શન કરવા આવ્યા હતા. આ પછી, પરિવારના પાંચ સભ્યો તળાવમાં ન્હાવાની મજા માણવા નીચે આવ્યા હતા, પરંતુ અચાનક તળાવનું પાણીનું સ્તર વધી જતાં તેઓ તરી શક્યા નહીં. જેના કારણે પાંચ ભાઈઓ ડૂબી ગયા હતા. સ્થાનિક લોકો અને ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને ડૂબી ગયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે. જણવવામાં આવી રહ્યું છે કે, હજુ સુધી તેમના મૃતદેહ મળી શક્યા નથી.
આ પણ વાંચો : નદીમાં સ્નાન કરવા જતા યુવાનનું થયું મૃત્યું