ETV Bharat / bharat

મુંબઈના કાંદિવલી વિસ્તારમાં ફાયરિંગ, એકનું મોત, 3 ઈજાગ્રસ્ત - ફાયરિંગમાં 4 લોકોને ગોળી વાગી

આ ઘટના પરસ્પર જૂની અદાવતના કારણે બની હતી. ફાયરિંગની ઘટનામાં મૃત્યુ (Firing In Kandivli Mumbai) પામેલા વ્યક્તિનું નામ અંકિત યાદવ જણાવવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટનામાં ફાયરિંગ કરનારા લોકો અને પીડિતા પહેલાથી જ એકબીજાને ઓળખે છે.

મુંબઈના કાંદિવલી વિસ્તારમાં ફાયરિંગ, એકનું મોત, 3 ઈજાગ્રસ્ત

author img

By

Published : Oct 1, 2022, 12:54 PM IST

મુંબઈ : અચાનક ફાયરિંગની ઘટનાથી મુંબઈમાં (Firing In Kandivli Mumbai) ખળભળાટ મચી ગયો છે. ફાયરિંગની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે. પરસ્પર વિવાદમાં ગોળીબારની આ ઘટના શુક્રવાર અને શનિવારની વચ્ચે રાત્રે લગભગ 12.15 વાગ્યે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે, મુંબઈના કાંદિવલી વિસ્તારમાં બાઇક પર બે યુવકો આવ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

ફાયરિંગમાં 4 લોકોને ગોળી વાગી : કાંદિવલીમાં અચાનક થયેલા ફાયરિંગમાં 4 લોકોને ગોળી વાગી (4 people were shot in firing) હતી, જેમાં એક વ્યક્તિનું મોત (One died in firing) થયું હતું. પોલીસ કેસની તપાસ કરી રહી છે. પોલીસ ફાયરિંગની ઘટનાને પરસ્પર વિવાદનો મામલો ગણાવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના પરસ્પર જૂની અદાવતના કારણે બની હતી. ફાયરિંગની ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ અંકિત યાદવ જણાવવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટનામાં ફાયરિંગ કરનારા લોકો અને પીડિતા પહેલાથી જ એકબીજાને ઓળખે છે. આરોપીઓએ ઉતાવળમાં 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા : મુંબઈ પોલીસના DCP ડીસીપી વિશાલ ઠાકુરના જણાવ્યા અનુસાર 2 છોકરાઓ બાઇક પર આવ્યા અને કાંદિવલીમાં ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. ફાયરિંગ કરીને બાઇક પર આવેલા યુવકો ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા. ફાયરિંગની આ ઘટના પાછળનું કારણ શું હતું, તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ 3 ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 9 સપ્ટેમ્બરના રોજ પણ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી, જેમાં એક વ્યક્તિ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.