પટનાઃ બિહારના પટના જંકશન પર ડિસ્પ્લે બોર્ડ પર અચાનક અશ્લીલ વીડિયો પ્લે થયો હતો. જે મામલે હવે આરપીએફએ અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પટના જંકશનના પ્લેટફોર્મ નંબર 10 પર 3 મિનિટનો અશ્લીલ વીડિયો વાયરલ થયો હતો.
મુસાફરોને શરમનો સામનો કરવો પડ્યોઃ ડિસ્પ્લે સ્ક્રીન પર અશ્લીલ વીડિયો ચાલી રહ્યો હતો ત્યારે મહિલા મુસાફરો એકદમ અસ્વસ્થ દેખાઈ રહી હતી. ત્યારે લોકોને ભારે અકળામણનો સામનો કરવો પડ્યો હતો. તેમના પરિવારો સાથે હાજર રહેલા લોકો માટે આ દુઃખદ ક્ષણ હતી. જે રેલવે તંત્ર પર પણ સવાલો ઉભા કરે છે. આ અશ્લીલ વીડિયો રવિવારે રાત્રે 9.30 વાગ્યે ચલાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ઓવર સ્પીડ પર લગામ લગાવવા શું કરશે ટ્રાફિક પોલીસનો પ્લાન?
અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડધામ: સામે આવેલી માહિતી પ્રમાણે સાયબર ગુનેગારોએ પટના જંકશનના જાહેરાત ડિસ્પ્લે બોર્ડને હેક કરવાના કારણે આ ઘટના સર્જાઈ હતી. પરિવારના સભ્યો સાથે બેઠેલા લોકો અહીં-તહીં મોં ફેરવવા લાગ્યા હતા. સ્ટેશન મેનેજમેન્ટને માહિતી મળતા જ અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી અને તરત જ ડિસ્પ્લે સ્ક્રીનનું સિગ્નલ બંધ કરી દેવામાં આવ્યું હતું.
" હાલ આ મામલો જીઆરપીને મોકલવામાં આવ્યો છે. જેથી તેના પર સાયબર ક્રાઈમની વિવિધ કલમો નોંધીને તપાસ થઈ શકે. આ મામલે હજુ કોઈની ધરપકડ કરાઈ નથી. " - સુશીલ કુમાર, ઈન્સ્પેક્ટર, આરપીએફ
આ પણ વાંચો: બિહારમાં ચાલતી ટ્રેનમાંથી એક કરોડનું સોનું ગાયબ, પટના જંકશન પર FIR નોંધાઈ
પ્રાથમિક તપાસમાં ખુલાસોઃ એવું કહેવાય છે કે પટના જંકશનના ટીવી પર પ્રચાર સંબંધિત વીડિયો ચલાવવાનો હતો. જેના પર અશ્લીલ વીડિયો ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. એજન્સી દત્તા કોમ્યુનિકેશનને આ જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કંપનીના કર્મચારીઓ પોર્ન ક્લિપ જોતા હતા. ઉતાવળમાં તેમણે આ ટીવીમાં પણ તે જ વીડિયો પ્લે કર્યો હતો.