- ભગવાન ગણેશનું એક નામ સુમુખ પણ
- આ સુમુખ ગણપતિના દર્શન કરવાથી મનને મળે છે શાંતિ
- સુમુખ નામના ઝાપ કરવાથી મળે છે સોભાગ્ય
રાયપુર: ભગવાન ગણેશનું એક નામ સુમુખ પણ છે, નામની અનુસાર સુંદર મુખ વાળા, દર્શન કરવાથી મન પ્રસન્નતા ભરી દેવાવાળા ગણપતિનું આ નામ આપણને શાંતિ પ્રદાન કરે છે અને નવીનતા કરવા માટે પ્રેરીત કરે છે. કહેવામાં આવે છે કે, કપાળ પર ચંન્દ્ર વિરાજિત હોય છે અથવા ચંન્દ્રની સમાન શીતળ તેજ તેમનામાંથી સતત પ્રવાહિત થાય છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણપતિની પૂજા સાથે કરવામાં આવે છે. તેમના મુખ મંડલની આભા શુભ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે.
ॐ सौभाग्य प्रदाय धन-धान्ययुक्ताय लाभाय नम:
ભગવાન ગણેશના સુમુખર રૂપના દર્શન કરતા આ મંત્રનો ઝાપ કરવાથી સૌભાગ્ય અને ધનનો લાભ થાય છે. ખાસ કરીને બુધવારના દિવસે લાલ પુષ્પની સાથે ભગવાન સુમુખની પૂજા આરાધના કારવાથી ફળ જરૂર મળે છે. ગણેશ દેવતા ગણમાં પ્રથમ, બધા વિન્ઘ્નોને હરવાવાળા , સાથે તણાવ અને મૂંજવણને દૂર કરી શાંતિ અને પ્રસન્નતા પ્રદાન કરે છે.
આ પણ વાંચો : સપ્તાહના પ્રથમ દિવસે આજે Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 142 પોઈન્ટ તૂટ્યો
ક્યારે અને ક્યા પુષ્પો અર્પણ કરવા જોઈએ
ભગવાન ગણેશની પૂજામાં કોઈ પણ ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે, પણ દિવસના આધારે ગણેશજીના પ્રિય પુષ્પો જણાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે, મંગળવારે ગલગોટાના ફુલ બુધવારે ગુડલ અને ગુરુવારે દુર્વા ફૂલ અર્પણ કરવા જોઈએ. આ સિવાય સોમવાર અને શુક્રવારે સફેદ ફૂલો, શનિવારે વાદળી ફૂલો અને રવિવારે સફેદ ફૂલ ચઢાવવાનું માનવામાં આવે છે. તો આ વખતે ભગવાન ગણેશની પૂજા કરતી વખતે તેમના સુમુખ નામનું ચોક્કસપણે ધ્યાન કરો.
આ પણ વાંચો : આજે સતત 7મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, તમારા શહેરમાં શું કિંમત છે? જુઓ