સંયુક્ત રાષ્ટ્ર: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં જાનહાનિ પર ચિંતા વ્યક્ત કરતા ભારતે કહ્યું છે કે, લડાઈમાં શહેરી વિસ્તારોમાં મહત્વપૂર્ણ નાગરિક સ્થાનો આસાન લક્ષ્ય બની રહ્યા છે. મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુક્રેનના મુદ્દે ભારતના સ્થાયી નાયબ પ્રતિનિધિ આર.કે. રવિન્દ્રએ (Permanent Deputy Representative of India R.K. Ravindra) કહ્યું કે, આ યુદ્ધને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે અને ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધો માટે મોટી સમસ્યા ઊભી થઈ છે.
આ પણ વાંચો: સ્થળાંતર કરવું પડ્યું ભારે, સેન એન્ટોનિયોમાં 46ના મોત, 16 ઈજાગ્રસ્ત
રશિયન મિસાઈલ હુમલામાં 18 નાગરિકો મૃત્યુ પામ્યા: ભારતના સ્થાયી નાયબ પ્રતિનિધિ આર.કે. રવિન્દ્રએ કહ્યું કે, લાખો લોકો બેઘર થઈ ગયા છે અને પડોશી દેશોમાં આશરો લેવો પડ્યો છે. રાજનૈતિક અને શાંતિ રક્ષા માટેના ડેપ્યુટી સેક્રેટરી રોઝમેરી ડી કાર્લોએ કાઉન્સિલને જણાવ્યું કે, યુક્રેનિયન શહેર ક્રેમેનચુકમાં એક મોલ પર રશિયન મિસાઈલ હુમલામાં 18 નાગરિકો મૃત્યુ પામ્યા અને 59 ઘાયલ થયા છે, તેમણે કહ્યું કે આ સંખ્યા વધી શકે છે. ભારત યુક્રેનની સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે. કાઉન્સિલની આ બેઠકને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ પણ ડિજિટલ માધ્યમથી (Digital medium) સંબોધિત કરી હતી.
આ પણ વાંચો: કોરોનાની રસિએ ભારત સહિત વિશ્વના મિલિયન લોકોનો બચાવ્યો જીવ: લેન્સેટ અભ્યાસ
નાગરિકોના મૃત્યુનો આંકડો : ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીમાં યુદ્ધ ફાટી નીકળ્યા પછી તે બીજી વખત હતું જ્યારે ઝેલેન્સકીએ 15 સભ્યોની સુરક્ષા પરિષદ સાથે સીધી વાત કરી. રવિન્દ્રએ કહ્યું, રશિયા-યુક્રેન યુદ્ધમાં (Russia and Ukraine war) નાગરિકોના મૃત્યુના સમાચાર ખૂબ જ પરેશાન કરનાર છે અને અમે આ સંદર્ભે અમારી ચિંતા વ્યક્ત કરીએ છીએ. તાજેતરના વર્ષોમાં, લડાઈ દરમિયાન શહેરી વિસ્તારોમાં મહત્વની ઇમારતોને સરળતાથી નિશાન બનાવવામાં આવી રહી છે.