- ખેડૂતોએ ખેડૂત કાયદાનો વિરોધ કરવા નવો માર્ગ અપનાવ્યો
- તેઓ હવે પોતાની જરૂરિયાત મુજબ જ અનાજનું વાવેતર કરશે
- તેમણે ઊભા પાક પર ટ્રેક્ટર ચલાવ્યા
- વધેલા અનાજને બજારમાં વેચવાની જગ્યાએ તેનો સંગ્રહ કરવામાં આવશે
હરિયાણાઃ ખેડૂતોએ ક્હ્યું હતું કે, તેઓ પોતાની જરૂરિયાત સિવાયના પાક પર ટ્રેક્ટર ચલાવશે. જો પાક વધારે વધશે તો તેને બજારમાં વેચવાની જગ્યાએ તેનો સંગ્રહ કરવામાં આવશે. ખેડૂતોનું એમ પણ કહેવું છે કે કાનૂન રદ્દ ના થાય ત્યાં સુધી અન્ય કોઈ પાકનું વાવેતર નહી કરે. હવે ખેડૂતો ફક્ત પોતાના માટે જ શાકભાજી અને અનાજનું વાવેતર કરશે.
બજારમાં અનાજ નહી વધે તો સરકારે ઝૂકવું પડશે
જીંદમાં ધરણા પર બેઠેલા ખેડૂત આગેવાનોને પાક પર ટ્રેક્ટર ચલાવવાને લઈને વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, જો પાક વધુ વધશે તો તેને બજારમાં વેચવાની જગ્યાએ તેનો સંગ્રહ કરવામાં આવશે અને બજારમાં અનાજ નહી વધે તો સરકારે ઝૂકવું પડશે અને કાળો કાયદો દૂર કરવો પડશે.