આગ્રા: દારૂના નશામાં એક પિતાએ પોતાના પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રીને એક રૂમમાં બંધ કરી એના પર પેટ્રોલ નાંખી આગચંપી (Set it on Fire) કરી દીધી હતી. પછી તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. રૂમમાં આગ લાગતા જ બૂમ બરાડા અને ચીસો પડવા લાગી હતી. સ્થાનિકોએ મુશ્કેલીથી તમામને બહાર કાઢ્યા (Pouring Petrol) અને હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા. જેમાં એક વ્યક્તિની સ્થિતિ ખૂબ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જેને હાયર સેન્ટર જયપુર (Jaipur Higher Center) રવાના કરવામાં આવ્યા છે. તાજાગંજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ થઈ છે. પોલીસ એના પાડોશીઓની પૂછપરછ કરી રહ
આ પણ વાંચો: અમદાવાદ શહેરના તળાવો માટે કરોડો ખર્ચ તેમ છતાં પરિણામ શૂન્ય કેમ?
ઘરમાં થયો હતો ઝઘડો: રીપોર્ટ અનુસાર આગ્રાના તાજાગંજ વિસ્તારમાં આવતા તોરા ગામમાં કન્હૈયાએ પોતાના પુત્ર સંદીપ અને પૂત્રવધૂ અર્ચના સાથે ઝઘડો કર્યો હતો. ત્રણેય વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. ઘરમાં પણ ઝઘડા થતા હતા. રવિવારની રાત્રે કન્હૈયા ઘરમાં દારૂ પીને આવ્યો હતો. પછી પૂત્રવધૂ સાથે બોલાચાલી થઈ ગઈ હતી. આ મુદ્દે દીકરાએ પણ એની પત્નીનો પક્ષ લઈ એને સમર્થન આપ્યું હતું. આ વાત આરોપીને પચી નહીં. પછી તેણે પોતાની બે દીકરીઓ અને મોટા દીકરાને ખીજાઈને અગાશી પર સુવા માટે મોકલી દીધા. એ પછી સંદીપ અને તેનો પરિવાર પણ સુવા માટે ગયો હતો.
બહારથી દરવાજો બંધ કર્યો: આ પછી કન્હૈયાએ બહારથી દરવાજો બંધ કરીને દરવાજાની નીચેની જગ્યાએથી પેટ્રોલ રેડ્યું. પછી આગચંપી કરી હતી. જેમાં પાંચ વર્ષની સિબ્બુ અને ચાર વર્ષની આરઝું ગંભીર રીતે દાઝી ગયા હતા. પરિવારમાં પાંચ ભાઈ પોતપોતાના ઘરમાં રહે છે. બૂમ બરાડા અને ચીસો સાંભળીને તમામ લોકો બહાર દોડી આવ્યા હતા. યુદ્ધના ધોરણે દરવાજો તોડીને ડ્રમમાં ભરેલા પાણીથી આગ ઠારવામાં આવી હતી. પછી દાઝેલાઓને સારવાર હેતું શાંતિ માંગલિક હોસ્પિટલ સરવાર હેતુ ખસેડાયા હતા. પણ સ્થિતિ ખરાબ થતા તબીબોએ એને જયપુર હાયર સેન્ટર રવાના કર્યા હતા. કન્હૈયા ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે સ્થાનિકો કંઈ બોલવા માટે તૈયાર નથી.
આ પણ વાંચો: IPLની ફાઇનલ મેચની ટિકીટ આપવાના બહાને લાખોની ઠગાઈ, જાણો કેવી રીતે થઇ
પૂર્વ આયોજિત કાવતરૂ: 112 PRVના જવાનોને ઘરમાં અલગ-અલગ જગ્યાએથી 2 લિટરની ત્રણ બોટલોમાં પેટ્રોલ મળી આવ્યું હતું. તેણે આગ શરૂ કરવા માટે તે જ બોટલનો ઉપયોગ કર્યો. કન્હૈયા પણ પોતાની બાઇકની ટાંકી લાંબા સમય સુધી ભરેલી રાખતો હતો. તેણે તેના ભત્રીજાની બાઇકનો પ્લગ વાયર તોડી નાખ્યો હતો જેથી આ ઘટના પછી કોઈ તેની પાછળ ન આવે. આ ગુનાને અંજામ આપવા માટે તે ઘણા દિવસોથી પ્લાનિંગ કરતો હતો