- ખેડૂત આંદોલનના ભાગરુપે હરીયાણના કૈથલમાં યોજાઈ મહાપંચાયત
- માત્ર ખેડૂતનું નહી પણ સામાન્ય માણસનું આંદોલન
- વેપારીઓ માટે કામ કરી કરી છે સરકાર
કૈથલ: હરીયાણાના કૈથલના ચક્કૂ લદાના ગામમા ત્રણ કૃષિ કાનૂનના વિરોધમાં ખેડૂતોએ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપંચાયતના નેતા ગુરનામ સિંહ ચઢૂની અને ગૌરવ ટિકૈતે ભાગ લીધો હતો. ગુરનામ ચઢૂનીએ કહ્યું હતું કે જ્યાં સુધી ત્રણ કૃષિ કાનૂન પાછા નહીં લેવામાં આવે ત્યા સુધી આંદોલન યથાવત્ રહેશે.
માત્ર ખેડૂતોનું નહીં પણ સામાન્ય માણસનું આદોંલન
ગુરનામ ચઢૂનીએ કહ્યું કે ફક્ત આ ખેડૂતોનું આંદોલન નથી પણ સામાન્ય માણસનું પણ આંદોલન છે. આ આંદોલન સરકાર માટે ખુબ જ ભારે સાબિત થશે. તેમણે કહ્યું કે દેવા નીચે દબાયેલા ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે. BJP ખેડૂતોના શોષણ અને મોટા વેપારીઓને પોષણ કરી રહી છે.
આ પણ વાંચો : જો ગુજરાત સરકારે જવા નહીં દે તો સરહદ તોડી નાખીશું: હેમસિંહ શેખાવત
લોકો આંદોલનની સાથે છે
ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું કે આ જે મહાપંચાત થઈ છે, તેમા મોટા પ્રમાણમાં લોકો આવ્યા છે. તેમણે કહ્યું આ એક જાગૃતિ અભિયાન છે.જે સરકારને બતાવવા માટે છે કે અમારી ગણતરી ઓછી નહીં થઈ. અને જો ગણતરી ઓછી થઈ હોત તો આટલા મોટા પ્રમાણમાં લોકો અહીંયા ભેગા ન થયા હોત. અમે સરકારને લોકતાંત્રિક રીતે સરકારને બતાવા માંગીએ છી કે હવે દરેક રાજ્ય જાગી ગયું છે.
આ પણ વાંચો : રાકેશ ટિકૈત પર હુમલા બાદ ગાજીપુર બોર્ડર પર ખેડૂતોની મહાપંચાયત
દુષ્યંત ચૌટાલાને આપવામાં આવશે જવાબ
રાકેશ ટિકૈત પર હુમલાના સવાલ પર ગુરનામ ચઢૂનીએ કહ્યું હતું કે , અમારા બધા ખેડૂત નેતાઓને ધમકી મળી રહી છે પણ અમે બધી ધમકીઓને અવગણી રહ્યા છે.અમારી તરફથી ખુલ્લો પડકાર છે જે થાય તે કરી લો, પણ અમે અમારો રસ્તો નહીં બદલીએ, દુષ્યતં ચૌટાલા પર તેમણે કહ્યું કે 14 એપ્રિલે દુષ્યંત ચૌટાલાને પ્રેક્ટીકલ બતાવવામાં આવશે.