હૈદરાબાદ: જય કિશાન, ભૂમિપુત્રો દાન નથી માંગી રહ્યાં, તેઓ માત્ર તેમના અથાગ પરિશ્રમ માટે વાજબી વળતરની અપેક્ષા રાખી રહ્યાં છે. ખામીયુક્ત નીતિઓની દ્રઢતા આવી રીતે ચાલતી રહેશે તો ખેડૂત વધુ નબળો પડશે, અને આજીવિકાની વૈકલ્પિક શોધ માટે ખેડૂતોની હિઝરત પણ વધશે.
દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીએ ખુબજ અસરકારક સુત્ર આપ્યું હતું 'જય જવાન જય કિશાન'. આ સુત્ર આપણા દેશની સરહદોની સુરક્ષા કરતા બહાદૂર સૈનિકો અને ખંતપૂર્વક ભૂમીનું પોષણ કરીને કરોડો લોકોની ભૂખને નિરંતર સંતોષતા ખેડૂતો પ્રત્યેની કૃતજ્ઞતાનો પડઘો પાડે છે. શાસ્ત્રીજીની લાગણી આપણા સમાજમાં ખેડૂતોની અનિવાર્ય ભૂમિકાની માર્મિક યાદ અપાવે છે. તેઓ માત્ર જમીન ખેડનારા નથી, તેઓ આપણા ખરા અર્થમાં અન્નદાતા છે. જોકે, હાલના સમયમાં કૃષિ ક્ષેત્રને મળતું મહત્વ અને મદદ બંનેનું સ્તર નિરાશાજનક જોવા મળી રહ્યું છે. તેમના કદ અને મહત્વનું સ્પષ્ટ પ્રમાણ હોવા છતાં, નીતિ-નિર્માતાઓ એ સમજવામાં નિષ્ફળ રહ્યાં છે કે, એક સંતોષી ખેડૂત એક સમૃદ્ધ દેશનો આધાર છે. કેન્દ્રીય મંત્રીમંડળે હાલના એક નિર્ણયમાં 2024-25 દરમિયાન રવી પાક અંતર્ગત 6 મહત્વપૂર્ણ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે. જે અનુસાર ઘઉંમાં પ્રતિ ક્વિન્ટલે 150 રૂપિયાનો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. જ્યારે મુખ્ય પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવમાં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં જવ માટે 115 રૂપિયા, ચણા માટે 105 રૂપિયા, સૂર્યમુખી માટે 150 રૂપિયા, સરસવ માટે 200 રૂપિયા અને તુવેર દાળ માટે 425 રૂપિયાનો નોંધપાત્ર વધારો 15% આયાત પર આધાર રાખે છે. તેમ છતાં ચિંતાજનક વાસ્તવિકતા એ છે કે, લઘુત્તમ ટેકાના ભાવોની પ્રણાલી બારમાસી પેટર્નમાં ગુંચવાયેલી છે. આ પ્રણાલીને મજબૂત કરવાના હેતુથી બનાવવામાં આવેલી 29 સભ્યોની વિશેષ સમિતિ પણ અત્યાર સુધી કોઈ નોંધપાત્ર કામગીરી કરવામાં સફળ રહી નથી. કૃષિના વાસ્તવિક ખર્ચને ઘટાડીને આંકવો તેમજ રાજ્યો વચ્ચેના ખર્ચમાં અસમાનતાને છૂપાવવી, ફુગાવાની અને ખાતરના ભાવમાં વધારાની અવગણના જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું નથી. કમીશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ્સ એન્ડ પ્રાઈસ (CACP) એ બિયારણ અને મજૂરીના વધતા જતા ખર્ચને નજરઅંદાજ કર્યો હોવાનું જણાય છે, જે વર્તમાન અભિગમની અપૂર્ણતાને વધુ ઉજાગર કરે છે. સમગ્ર ખર્ચના માળખાની ઉપેક્ષા કરીને માત્ર આંશિક નાણાકીય રાહત આપવી એ આપણા ખેડૂત સમુદાયની ક્રૂર મજાક છે. આ અગાઉ વાય.કે.અલઘ સમિતિએ કૃષિ પર દેશની ભારે નિર્ભરતાને જોતા ભારતની લઘુત્તમ ટેકાના ભાવની પ્રણાલીમાં વ્યાપક ફેરફારનું આહ્વાન કર્યુ હતું. પ્રોફેસર અભિજિત સેન્સ કમિટી દ્વારા પણ ભાવ નિર્ધારણ પદ્ધતિની ટીકા કરવામાં આવી છે. કૃષિ કિંમતોનું સાચું મુલ્યાંકન કરવામાં નિષ્ફળ રહેલી પ્રણાલીના કારણે ભારતીય ખેડૂતોને 2000 થી 2017 સુધીમાં અંદાજે રૂ. 45 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થયાનું અનુમાન છે. આ અધધ નુકસાન તાત્કાલિક સુધારાની જરૂરિયાતને સુચવે છે. ડૉ. સ્વામીનાથન્સ સમિતિની વાસ્તવિક ખેતી ખર્ચમાં 50% ઉમેરવાની અને સાર્વત્રિક રીતે વાજબી કિંમત લાગુ કરવાની પેરવી અધૂરી રહી ગઈ છે. આ ઉપરાંત જમીનની કિંમત, ભાડું અને કૌટુંબિક શ્રમ યોગદાન જેવા પરિબળોની પણ અસ્પષ્ટ અવગણના કરવામાં આવી છે. નીતિ આયોગનો એવો દાવો છે કે, આ પ્રકારનું વ્યાપક સમાવેશન અવ્યાવહારિક પ્રણાલીગત ખામીઓને ઉજાગર કરશે. જોકે, સંસદીય સ્થાયી સમિતિએ વાવણી, લણણી દરમિયાન શ્રમ મજૂરીની ઉપેક્ષા અને જીવ-જંતુઓના કારણે થતાં પાક નુકસાન અને કૃષિ ખર્ચ મામલે પંચ (CACP) સામે અવાજ ઉઠાવ્યો છે. આવી ખામીઓને તાત્કાલીક દૂર કરવામા આવવી જોઈએ. વધુમા ભાડૂતો સહિત તમામ ખેડૂતો માટે વ્યાપક વીમા કવરેજનો વિસ્તાર કરવો અનિવાર્ય છે. દેશમાં કૃષિ ઉત્પાદનની 70 થી વધુ પેદાશો માંથી વર્તમાન સમયમાં માત્ર 14 ખરીફ અને 6 રવી પાક માટે ટેકાના ભાવની જાહેરાત કરવામા આવે છે.
શાંતા કુમાર સમિતિએ ખુલાસો કર્યો છે કે, માત્ર 6% ખેડૂતોને ડાંગર અને ઘઉં માટે ટેકાના ભાવની પ્રણાલીનો લાભ મળે છે. આ વિસંગતિના કારણે મોટાભાગના ખેડૂતો ખુલ્લા બજાર સામે અસુરક્ષિતતાની લાગણી અનુભવશે.તેઓ અસંમજસમાં છે કે, શું તેમના પ્રયાસોને સંપૂર્ણ રીતે આવકારવામાં આવશે ? ખાસ કરીને જ્યારે કઠોળની ખેતી કરવાની વાત આવે છે ત્યારે, એ ખાતરી કરવી મુશ્કેલ છે કે, દેશની વાર્ષિક આયાત પર પુરતી વિદેશી રકમ ખર્ચ કરાઈ છે કે નહીં, આવી બાબતોથી ગ્રાહકો ઉપર વધતી કિંમતનો બોજ વધુ વધશે. ખેડૂતો દાન માગતા નથી, તેઓ ફક્ત તેમના અવિરત પરિશ્રમ માટે યોગ્ય વળતરની અપેક્ષા રાખે છે. ખામીયુક્ત નીતિઓની દ્રઢતા આવી રીતે ચાલતી રહેશે તો ખેડૂત વધુ નબળો પડશે, અને આજીવિકાની વૈકલ્પિક શોધ માટે ખેડૂતોની હિઝરત પણ વધશે. આવા નિરાશાજનક પરિદ્રશ્યમાં, મહત્વનો પ્રશ્ન એ ઉદભવે છે કે, દેશમાં 140 કરોડ લોકોનું પેટ કોણ ભરશે ? ખેડૂતોની વેદના એ સમગ્ર દેશ માટે અભિશાપ સમાન છે. તેમના કલ્યાણની ઉપેક્ષા આપણી ખાદ્ય સુરક્ષાને જોખમમાં મુકે છે. તાત્કાલિક કાર્યવાહી કરવામાં નિરસતા એ આપણી નિષ્ફળતા હોય શકે છે, જે આપણા દેશના ભરણપોષણના પાયાને જોખમમાં મુકશે.
કે.એલ.પ્રણવી