- દેશમાં આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી
- હરિયાણામાં ખેડૂતો કરશે ટ્રેક્ટર પરેડ
- જીંદમાં મહિલાઓ આ ટ્રેક્ટર પરેડનું નેતૃત્વ કરશે
જીંદ: દેશ આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે સ્વતંત્રતા દિવસના આ અવસર પર, હરિયાણામાં ખેડૂતો તેમની ટ્રેક્ટર પરેડ અલગથી કરશે. જીંદમાં મહિલાઓ આ ટ્રેક્ટર પરેડનું નેતૃત્વ કરશે, જેના માટે તેઓએ 14 ઓગસ્ટે રિહર્સલ પણ કર્યું હતું. ત્રણ નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો લગભગ 9 મહિનાથી દિલ્હીની બહાર ધરણા પર બેઠા છે પરંતુ સરકાર સાથે તેમની વાતચીત હજુ સુધી થઈ નથી.
15 મી ઓગસ્ટે ટ્રેક્ટર પરેડ
હવે ફરી એક વખત ખેડૂતો પોતાની તાકાત બતાવવા માટે 15 મી ઓગસ્ટે ટ્રેક્ટર પરેડ કરવા જઈ રહ્યા છે. પૂર્વે પણ 26 જાન્યુઆરીએ ખેડૂતોએ દિલ્હીમાં ટ્રેક્ટરોની પરેડ કરી હતી. 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં ભારે હંગામો થયો હતો, ત્યારબાદ હવે ખેડૂતોએ તેમના સંબંધિત જિલ્લાઓમાં ટ્રેક્ટર પરેડ કારવાનો નિર્ણય કર્યો છે. તેની વિશેષતા એ છે કે આ ટ્રેક્ટર પરેડનું નેતૃત્વ મહિલા ખેડૂતો કરશે. આ પરેડની બીજી ખાસ વાત એ છે કે જિંદના ઉચાનામાં પરેડ થશે. જે નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલાનો ગઢ માનવામાં આવે છે.
આ પણ વાંચો: ટ્રેક્ટર રેલી હિંસા: યોગેન્દ્ર યાદવ, મેધા પાટકર સહિત 37 ખેડૂત નેતાઓ સામે FIR
ખેડૂતનો અવાજ સમગ્ર દેશનો અવાજ
એક મહિલા ખેડૂતે કહ્યું કે, અમે નેશનલ હાઇવે પર રિહર્સલ પણ કર્યું છે, પરંતુ 15 ઓગસ્ટના રોજ અમે અમારા રોડમેપ પર ટ્રેક્ટર પરેડ કરીશું અને મહિલા ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતનો અવાજ સમગ્ર દેશનો અવાજ છે, આ સંદેશ અમે આ પરેડ દ્વારા આપવા માંગીએ છીએ. મહિલા ખેડૂતે કહ્યું કે, સરકાર ડરી ગઈ છે, દીવાલો ખેંચી રહી છે, આનાથી વધારે શું થશે.
આ પણ વાંચો: ખેડૂતોની ટ્રેક્ટર રેલી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, આ રેલીને રોકવાનો અધિકાર માત્ર પોલીસ પાસે
ટ્રેક્ટર પરેડને ખેડૂતો તિરંગા યાત્રાનું નામ
મહિલા ખેડૂતે કહ્યું કે, 15 ઓગસ્ટના દિવસે આપણે આપણી ખેતીના તમામ સાધનો લઈશું અને રસ્તા પર ઉતરીશું અને સરકારને આપણી શક્તિ બતાવીશું. અમે નથી ઈચ્છતા કે, 15 ઓગસ્ટના રોજ પણ એવું જ થાય, કારણ કે, સરકારે 26 મી જાન્યુઆરીએ અમારી સાથે કઠોર કૃત્ય કર્યું હતું. અમે 15 મી ઓગસ્ટના રોજ અમારી સંપૂર્ણ તાકાત બતાવીને સાબિત કરવા માંગીએ છીએ સરકાર કહે છે કે આ મુઠ્ઠીભર ખેડૂતો છે, તેથી અમે તેમને બતાવીશું કે થોડા લોકો અને મુઠ્ઠીભર લોકો શું છે. આ ટ્રેક્ટર પરેડને ખેડૂતો તિરંગા યાત્રાનું નામ પણ આપી રહ્યા છે.