- આગ્રામાં આજે ખેડૂતોની મહાપંચાયત યોજાશે
- કિરાવલીના મિની સ્ટેડિયમમાં યોજાશે મહાપંચાયત
- મહાપંચાયત માટે રાકેશ ટિકૈતને કરાયા આમંત્રિત
આગ્રાઃ ભારતીય કિસાન યુનિયનના આગ્રા જિલ્લા અધ્યક્ષ રાજવીરસિંહ લવાનિયાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દેશ ઉકળી રહ્યો છે. જનતામાં આક્રોશ છે. દિલ્હીમાં ખેડૂત આંદોલનનું નેતૃત્વ રાકેશ ટિકૈત કરી રહ્યા છે. અમે કૃષિ કાયદા અંગે નુક્કડ સભા કરી, જે લોકોએ આગ્રામાં કરવાની માગ કરી છે. આમાં અમે રાકેશ ટિકૈતને આવવા જણાવ્યું હતું એટલે તેઓ આવી રહ્યા છે. 24 ફેબ્રુઆરીએ બુધવારે રાકેશ ટિકૈત ખેડૂત મહાપંચાયતમાં હાજર રહેશે, જેમાં આગ્રાના ખેડૂતો પણ હાજરી આપશે.
'ખેડૂતો રાકેશ ટિકૈતને સાંભળે'
ભારતીય કિસાન યુનિયનના આગ્રા જિલ્લા અધ્યક્ષ રાજવીરસિંહ લવાનિયાએ જણાવ્યું કે, રાકેશ ટિકૈત સાથે આજે દેશનો દરેક ખેડૂત ઊભો છે. ભલે આજે ખેડૂતો ખેતરોમાં કામ કરી રહ્યા છે, પરંતુ એક દિવસ બુધવારે બે કલાક કામ છોડીને ખેડૂત મહાપંચાયતમાં આવે. બે કલાક સુધી રાકેશ ટિકૈતને સાંભળે.