કાબુલ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મસ્જિદમાં વિસ્ફોટ (explosion in mosque in Kabul) થયાના સમાચાર છે. અફઘાન મીડિયાએ બુધવારે અહેવાલ આપ્યો હતો કે, કાબુલમાં એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો માર્યા (explosion killed 20) ગયા અને ડઝનેક લોકો ઈજાગ્રસ્ત (More than 40 people were injured) થયા છે. ટોલો ટીવી અનુસાર બુધવારે સાંજે કાબુલના ખૈરાબાદ જિલ્લામાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો.
વિસ્ફોટમાં 20 લોકોના થયા મોત સ્થાનિક અફઘાન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, વિસ્ફોટ કાબુલના ખૈરાબાદ જિલ્લામાં 'અબુ બકર સાદિક' મસ્જિદમાં નમાજ પઢવા આવેલા લોકોને નિશાન બનાવ્યો હતો. તાલિબાનના સુરક્ષા અધિકારીઓએ હજુ સુધી આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરી નથી. અલ જઝીરા ટીવી ચેનલે અફઘાન સુરક્ષા સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે, કાબુલની ઉત્તરે આવેલી એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં અનેક લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અલ જઝીરા અને અન્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે મૃત્યુઆંક ઓછામાં ઓછો 20 હોઈ શકે છે, જ્યારે 40 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો જમ્મુ-કાશ્મીરમાં તપાસ એજન્સીઓના દરોડા, જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતા 10 લોકોની ધરપકડ