ETV Bharat / bharat

Exclusive Interview: રાહુલ ગાંધીના આક્ષેપોના સ્મૃતિ ઈરાનીએ આપ્યા જવાબ

author img

By

Published : Aug 25, 2021, 1:08 PM IST

Updated : Aug 25, 2021, 1:29 PM IST

સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે આટલા મોટા પાયે 6 લાખ કરોડ રૂપિયાના મુદ્રીકરણનું લક્ષ્ય 70 વર્ષમાં નક્કી કરવામાં આવ્યું ન હતું અને આ સાચું છે. તેમણે કહ્યું કે જો રાહુલ સવારનું છાપુ વાંચી લેતા તો પણ અમારા પર કૃપા રહેતી. ETV Bharatના વરિષ્ઠ સંવાદદાતા અનામિકા રત્નાએ સ્મૃતિ ઇરાની સાથે વાત કરી. ચાલો જાણીએ કે કેન્દ્રીય મંત્રીએ બીજું શું કહ્યું ...

bjp
Exclusive Interview: રાહુલ ગાંધીના આક્ષેપોના સ્મૃતિ ઈરાનીએ આપ્યા જવાબ
  • ETV Bharatની ખાસ વાતચીત સ્મૃતિ ઈરાની સાથે
  • રાહુલ ગાંધીને આપ્યા વળતા જવાબ
  • દેશની સંપત્તિ વેચમવામાં નથી આવી રહી

દિલ્હી: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીના આરોપ પર વળતો પ્રહાર કર્યો છે. ઈરાનીએ કહ્યું કે ભારત સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે કોઈ સંપત્તિ વેચવામાં આવશે નહીં, તેમની મુદ્રીકરણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી મુદ્રીકરણની ઈર્ષ્યા કરે છે, તો તેમણે જણાવવું જોઈએ કે વર્ષ 2006 માં, જ્યારે તત્કાલીન કોંગ્રેસ સરકાર એરપોર્ટનું ખાનગીકરણ કરી રહી હતી, ત્યારે શું રાહુલ અને તેમનો આખો પરિવાર દેશ વેચી રહ્યો હતો?

દેશનો યુવાન સુરક્ષિત છે

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન ઈરાનીએ સવાલ કર્યો હતો કે," શું મુંબઈ-પુણે એક્સપ્રેસ વેના મુદ્રીકરણ બાદ મહારાષ્ટ્રની તિજોરીમાં આઠ હજાર કરોડ રૂપિયા મૂકવાનો પ્રયાસ કર્યો ત્યારે શું તેઓ રાજ્ય વેચી રહ્યા હતા?" ખાનગીકરણ નીતિ અંગે રાહુલ ગાંધીની ટિપ્પણી પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે," શું રાહુલ કહેવા માંગે છે કે, જ્યાં સુધી કોંગ્રેસને ખાનગીકરણમાં કીટ બેગ ન મળે ત્યાં સુધી તે યોગ્ય નથી? જો રોજગાર પૂરો થયો છે, તો રાહુલ સાથે થયું છે, દેશના યુવાનો સુરક્ષિત છે".સ્મૃતિ ઈરાનીએ રોજગાર અંગે રાહુલ ગાંધીના નિવેદન પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, "જો રોજગારી સમાપ્ત થઈ ગઈ છે, તો રાહુલ સાથે થયું છે, દેશના યુવાનો સુરક્ષિત છે, તેમની ચિંતા ન કરો".

અમે ખાનગીકરણના વિરોધમાં નથી : રાહુલ ગાંધી

અગાઉ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઈપલાઈનને લઈને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, "પીએમે બધું વેચી દીધું. તેમણે કહ્યું કે કોરોનાના સમયગાળા દરમિયાન સરકારે લોકોની મદદ કરી ન હતી". રાહુલે કહ્યું, "અમે ખાનગીકરણની વિરુદ્ધ નથી, પરંતુ અમારી ખાનગીકરણ યોજનામાં તર્ક હતા. અમે વ્યૂહાત્મક ઉદ્યોગોનું ખાનગીકરણ કર્યું નથી અને અમે રેલવેને વ્યૂહાત્મક ઉદ્યોગ તરીકે માનીએ છીએ કારણ કે તે લાખો અને કરોડો લોકોને પરિવહન કરે છે અને ઘણા લોકોને રોજગારી પણ આપે છે".

આ પણ વાંચો : ધોરણ 10 રીપીટર પરિણામ : 2,98,817 વિદ્યાર્થીઓ પૈકી 30,012 વિદ્યાર્થીઓ પાસ

બંધારણનું અપમાન

નારાયણ રાણેની ધરપકડના મામલા પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, "આજે બંધારણનું અપમાન થયું છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે જે રીતે કાર્યવાહી કરી છે તે સમગ્ર દેશ અને મહારાષ્ટ્રના લોકો માટે ચિંતાનું કારણ છે". સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, "જન આશીર્વાદ યાત્રાને મહારાષ્ટ્રના લોકોનું સમર્થન મળ્યું છે, આવી સ્થિતિમાં ભાજપની લોકપ્રિયતાને કારણે ભાજપના નેતા સામે કાર્યવાહી કરવામાં આવી છે. વિપક્ષ બદલોની રાજનીતિ કરે છે".

ભાજપ પરીવર્તનની રાજનિતી કરી રહ્યું છે

શું પશ્ચિમ બંગાળની બદલોની રાજનીતિ મહારાષ્ટ્રમાં પણ દેખાય છે? આ સવાલ પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, "વિપક્ષ બદલાની રાજનીતિ કરી રહ્યો છે, ભાજપ પરિવર્તનની રાજનીતિ કરી રહ્યું છે". તેમણે કહ્યું કે, "વિપક્ષને લાગે છે કે બીજેપી કાર્યકર સ્તબ્ધ થઈ જશે, પરંતુ આવી ઘટનાઓને કારણે ભાજપ વધુ મજબૂત રીતે ઉભરી આવે છે".

આ પણ વાંચો : G7 નેતાઓ તાલિબાન સાથે જોડાણ માટે રોડમેપ પર સંમત થયા

રાહુલ પાસે વ્યૂહાત્મક સમર્થન છે

પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા ઝઘડા અને કોંગ્રેસ પ્રમુખના સલાહકાર માલવિંદર સિંહ માલીના રાષ્ટ્રવિરોધી વક્તૃત્વ અંગે સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે," જો રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં આ મુદ્દે વાત ન કરી હોય તો લાગે છે કે તેમની પાસે વ્યૂહાત્મક સમર્થન છે". જો નહીં, તો તેઓ બોલ્યા હોત. કોઈ પણ દેશભક્ત બોલશે.સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, "ભાજપને ચિંતા નથી કે કોંગ્રેસ વેરવિખેર છે કે નહીં. તેમણે કહ્યું કે દેશ વેરવિખેર ન થવો જોઈએ".

Last Updated : Aug 25, 2021, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.