જેરુસલેમ: ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોની બીજી બેચ શનિવારે નવી દિલ્હી પહોંચી હતી. ઓપરેશન અજય હેઠળ બે શિશુઓ સહિત 235 લોકો વિશેષ વિમાન દ્વારા દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ રાજ્ય મંત્રી રંજન સિંહે એરપોર્ટ પર લોકોનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરના રોજ ગાઝાના હમાસના આતંકવાદીઓ દ્વારા ઇઝરાયેલના શહેરો પરના હુમલા બાદ સ્વદેશ પરત ફરવા ઇચ્છુક લોકોની સુવિધા માટે ભારતે ગુરુવારે 'ઓપરેશન અજય' શરૂ કર્યું હતું.
-
#OperationAjay
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Flight #2 carrying 235 Indian nationals takes off from Tel Aviv. pic.twitter.com/avrMHAJrT4
">#OperationAjay
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 13, 2023
Flight #2 carrying 235 Indian nationals takes off from Tel Aviv. pic.twitter.com/avrMHAJrT4#OperationAjay
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 13, 2023
Flight #2 carrying 235 Indian nationals takes off from Tel Aviv. pic.twitter.com/avrMHAJrT4
વતન પરત ફરવા માટે ત્રીજી બેચ પણ તૈયાર: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા એક સપ્તાહથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 3000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. એક દિવસ પહેલા 212 ભારતીયોની પ્રથમ બેચ નવી દિલ્હી પહોંચી હતી. ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય મુસાફરોને લઈ જતી ફ્લાઈટ શુક્રવારે રાત્રે 11.02 કલાકે તેલ અવીવથી ઉડાન ભરી હતી. ભારતીય દૂતાવાસે કહ્યું કે દૂતાવાસે ત્રીજા બેચમાં સામેલ લોકોને ઈમેલ દ્વારા જાણ કરી છે. લોકોને ફ્લાઇટ્સ માટે ફરીથી મેસેજ કરવામાં આવશે.
-
The second flight of #OperationAjay carrying 235 Indian nationals has departed from Tel Aviv to Delhi 🛫🌍. @indemtel wishes everyone on board a safe journey. 🇮🇳@MEAIndia pic.twitter.com/8cpoCls03I
— India in Israel (@indemtel) October 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The second flight of #OperationAjay carrying 235 Indian nationals has departed from Tel Aviv to Delhi 🛫🌍. @indemtel wishes everyone on board a safe journey. 🇮🇳@MEAIndia pic.twitter.com/8cpoCls03I
— India in Israel (@indemtel) October 13, 2023The second flight of #OperationAjay carrying 235 Indian nationals has departed from Tel Aviv to Delhi 🛫🌍. @indemtel wishes everyone on board a safe journey. 🇮🇳@MEAIndia pic.twitter.com/8cpoCls03I
— India in Israel (@indemtel) October 13, 2023
ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે X પર જણાવ્યું હતું કે,
'#OperationAjay ની બીજી ફ્લાઇટ 235 ભારતીય નાગરિકોને લઈને તેલ અવીવથી દિલ્હી જવા રવાના થઈ છે. બીજી બેચની ફ્લાઇટ સ્થાનિક સમય અનુસાર રાત્રે 11.02 કલાકે ઉપડી હતી. ભારતીય નાગરિકોનું સ્થળાંતર આવતીકાલે પણ ચાલુ રહેશે. એમ્બેસીએ આજે વિશેષ ફ્લાઇટ માટે નોંધાયેલા ભારતીય નાગરિકોની ત્રીજી બેચને ઇમેઇલ કર્યા છે.
ભારત સરકારનો માન્યો આભાર: ઇઝરાયેલમાં ઇલાન યુનિવર્સિટીમાં પીએચડી કરી રહેલા ભારતીય વિદ્યાર્થી સૂર્યકાંત તિવારીએ ઇઝરાયેલથી ઉડાન ભરતા પહેલા કહ્યું હતું કે ઇઝરાયેલમાં ભયનું વાતાવરણ છે. અહીં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અમને ઈઝરાયેલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે હું ભારત સરકારનો આભાર માનું છું. ઇઝરાયેલમાં આશરે 18,000 ભારતીય નાગરિકો રહે છે અને કામ કરે છે, જેમાં સંભાળ રાખનારાઓ, વિદ્યાર્થીઓ, કેટલાક આઇટી વ્યાવસાયિકો અને હીરાના વેપારીઓનો સમાવેશ થાય છે. ગાઝા પટ્ટીમાં સ્થિત સશસ્ત્ર આતંકવાદી હમાસ ઇઝરાયેલમાં પ્રવેશ્યા પછી ભારતીય નાગરિકોનું સ્થળાંતર જરૂરી હતું.