નવી દિલ્હી: ચીનમાં માયકોપ્લાઝમા ન્યુમોનિયા ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે લોકો ડરી ગયા છે. હવે આ બીમારીએ ભારતમાં પણ દસ્તક દીધી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એપ્રિલ અને ઓક્ટોબર 2023 વચ્ચે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સાત સેમ્પલ પોઝિટીવ મળ્યા છે. આવી સ્થિતિમાં, દિલ્હી સરકારની સૌથી મોટી હોસ્પિટલ લોકનાયકમાં આનો કોઈ કેસ નોંધાયો નથી. દરમિયાન, જીટીબી હોસ્પિટલના જનસંપર્ક અધિકારી ડો. રજત ઝામ્બે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ન્યુમોનિયાના બે-ચાર કેસ નોંધાયા છે, જે સામાન્ય કેસ છે.
હાલ કોઈ ચિંતાની જરૂર નથી: ચીનમાં કેસ વધવાને કારણે ભારતમાં પણ ચિંતા વધી છે, કારણ કે ચાર વર્ષ પહેલા 2019માં ચીનમાંથી જ શરૂ થયો હતો અને સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો હતો. મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં કોમ્યુનિટી મેડિસિનનાં ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રોફેસર ડૉ. સુનિલા ગર્ગનું કહેવું છે કે ચીનમાં ફેલાયેલ માયકોપ્લાઝમા ન્યુમોનિયાનો ચેપ ઘણા પ્રકારનો મિશ્રિત ચેપ છે. તે કોઈ એક બેક્ટેરિયા દ્વારા ફેલાયો નથી. તેમણે કહ્યું કે દિલ્હી સહિત દરેક જગ્યાએ ન્યુમોનિયાના આ કેસ પર નજર રાખવાની જરૂર છે. જોકે અત્યારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
શું છે ન્યુમોનિયા : ન્યુમોનિયા એક ફેફસામાં થતો ચેપ છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. ન્યુમોનિયા બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ એમ ત્રણ કારણોસર થાય છે. ન્યુમોનિયા બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈપણને થઈ શકે છે. બાળકોને આ સંક્રમણથી બચાવવા માટે વધુ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. તેથી, માટે બાળકોની સ્વચ્છતા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ન્યુમોનિયા એક ચેપી રોગ છે, જેના ફેલાવાનો ભય રહે છે. ખાંસી અને છીંકના કારણે ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના જે કેસો સામે આવ્યા છે, તેમાં કેટલાંક માયકોપ્લાઝમા બેક્ટેરિયા વાળા સંક્રમણ છે, અને કેટલાંક ફલૂ જેવા સંક્રમણવાળા ન્યુમોનિયા છે. બાળકની ઉંમર જેટલી ઓછી હશે, ન્યુમોનિયાનું જોખમ તેટલું જ વધારે હશે. જેમ જેમ બાળક વધે છે તેમ તેમ તેની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
ન્યુમોનિયાના પ્રકાર
- સ્ટેપ્ટોકોકસ ન્યુમોનિયાલીજિયોનેલા ન્યુમોફિલા ન્યુમોનિયા માયકોપ્લાઝમા ન્યુમોનિયા
- ન્યુમોનિયાને ગંભીર બનાવનારા વાયરસ
- રેસ્પિરેટરી સિંકાઈટિયલ વાયરસ કોવિડ-19 વાયરસ
ન્યુમોનિયાના લક્ષણો
- જ્યારે ન્યુમોનિયા થાય છે ત્યારે ફલૂ જેવા લક્ષણો અનુભવાય છે.
- ન્યુમોનિયાનું મુખ્ય લક્ષણ ઉધરસ છે.
- દર્દીને નબળાઈ અને થાક લાગે છે.
- ગળફા સાથે ઉધરસ આવે છે.
- દર્દીને તાવની સાથે પરસેવો અને ધ્રુજારી આવે છે.
- દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.અથવા શ્વાસ વધી જાય છે.
- છાતીમાં દુખાવો થાય છે,
- બેચેની અનુભવાઈ છે.
- દર્દીને ભૂખ લાગતી નથી.