- ત્રાલ એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર
- ઓપરેશનને પોલીસ અને સુરક્ષાદળ બન્ને મળીને સંભાળી રહ્યા છે
- આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ કરાઈ મોટી કાર્યવાહી
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર કર્યાના અહેવાલ છે. સમાચાર અનુસાર, જિલ્લાના અવંતિપોરાના ત્રાલ વિસ્તારમાં નૌબુગમાં આ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: પુલવામા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, સર્ચ ઓપરેશન શરૂ
આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદની મોટી કાર્યવાહી
કાશ્મીર ઝોનના પોલીસના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનને પોલીસ અને સુરક્ષાદળ બન્ને મળીને સંભાળી રહ્યા છે. વિસ્તારમાં કેટલાયે આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ આટલી મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પુલવામા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
ઉલ્લેખનીય છે કે, અગાઉ 2 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. સમાચાર અનુસાર, અથડામણ જિલ્લાના કાકાપોરા વિસ્તારમાં આ ઘટના બની હતી.
આ પણ વાંચો: પુલવામા અથડામણ: AK47 રાઈફલ સાથે બે આતંકવાદીઓએ કર્યુ આત્મસમર્પણ
પુલવામાના કાકાપોરા વિસ્તારમાં અથડામણ શરૂ
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદીઓ વિરુદ્ધ આજના અભિયાનમાં જમ્મુ-કાશ્મીર પોલીસ સુરક્ષા દળોનો સાથ આપી રહી છે. પુલવામા જિલ્લાના કાકાપોરા વિસ્તારમાં અથડામણની શરૂઆત થઈ ગઈ છે. પોલીસ અને સુરક્ષાદળો કાર્યવાહી કરી રહ્યા છે.