- ઇન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરાઈ
- શોપિયા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને કર્યા ઠાર
- જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે આતંકીઓનો ઘેરાવો કર્યો
શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળો દ્વારા કરાયેલા એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શોપિયાંના મનિહિલ બાતાપુરા વિસ્તારમાં મોડી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. એક સુરક્ષાકર્મી પણ ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં એન્કાઉન્ટર, 1 આતંકવાદી ઠાર
ઇન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત
સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળોને તેમની તરફ આવતા જોઈને તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ એન્કાઉન્ટરને કારણે જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી છે.
શોપિયા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને કર્યા ઠાર
ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે શોપિયાના રાવલપોરામાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં જૈશ કમાન્ડર સજ્જાદ અફઘાની માર્યા ગયા હતા. સલામતી અને સુરક્ષાને બાબતને લઈને સુરક્ષા દળોએ તેમના વાહનો, બંકર અને જવાનોની બુલેટ પ્રૂફિંગ ક્ષમતાને વધુ મજબૂત કરી છે. આ સ્ટીલ બુલેટ્સમાં સામાન્ય બુલેટ-પ્રૂફ વાહનો અને જવાનોના બુલેટ-પ્રૂફ જેકેટ્સને વીંધવાની ક્ષમતા છે.
જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે આતંકીઓનો ઘેરાવો કર્યો
સ્થાનિકોના જણાવ્યા મુજબ, રવિવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ મનિહિલ બાતાપુરા ઇમામ સાહિબ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળતાં જ સેનાની 34 રાષ્ટ્રીય રાઇફલ્સ, CRPFની 178 મી બટાલિયન અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે વિસ્તારનો ઘેરાવો કર્યો હતો.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેનાએ ત્રણ આંતકીને ઠાર માર્યા, 1 પોલીસ જવાન શહીદ