શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. કાશ્મીર ઝોન પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. આ એન્કાઉન્ટર અવંતીપોરાના બડાગામ વિસ્તારમાં થયું હતું.
સુરક્ષા દળોએ તે વિસ્તારને ઘેરી લીધો હતો
IGP કાશ્મીર વિજય કુમારે જણાવ્યું હતું કે, બડાગામ વિસ્તારમાં આતંકવાદીઓની ઘુસ્યા છે તેવી માહિતી પ્રાપ્ત થઇ હતી. ત્યારબાદ સુરક્ષા દળોએ તે વિસ્તારને ઘેરી લીધો હતો અને આ દરમિયાન ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો સામે જવાનોએ પણ વળતો જવાબ આપવાં માટે ગોળીબાર કર્યો હતો જેમાં એક આતંકી માર્યો ગયો છે. હજી સુઘી આતંકીની ઓળખ થઈ શકી નથી.