પુણેઃ પુણેમાં એક એવી ઘટના સામે આવી છે જેણે બહેનોના સંબંધોને હચમચાવી દીધો છે. આ મામલામાં મોટી બહેન વિરુદ્ધ છેડતીનો કેસ નોંધવામાં આવ્યો છે. 18 વર્ષની યુવતીની ફરિયાદના આધારે પુણે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં 24 વર્ષની મોટી બહેન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
બહેન સાથે અભદ્ર વર્તન: ફરિયાદી 18 વર્ષની છોકરી અને 24 વર્ષીય આરોપી બહેન બંને બહેનો તેના પિતા સાથે રો-હાઉસમાં સાથે રહે છે. 23 જાન્યુઆરીના રોજ ફરિયાદીની નાની બહેન હોલમાં સૂતી હતી. આરોપી મોટી બહેને તેની છેડતી કરી હતી. નાની બહેનને આ ખોટું લાગ્યું હોવાથી તે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને મોટી બહેન સામે ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચો: Morbi Crime News : મોરબીમાં પૈસા બાબતે પતિએ છરીના ઘા મારી પત્નીની કરી હત્યા
નાની બહેનની જાતીય સતામણી: મોટી બહેને ઘરના હોલમાં સૂતી નાની બહેન પર દુષ્કર્મ શરૂ કર્યું. સૂતેલી નાની બહેનને પહેલા તો શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ નહોતો. જ્યારે તેણે તેની આંખો ખોલી, ત્યારે તેણે તેની મોટી બહેનને તેના શરીર પર હાથ ફેરવતી જોઈ. જે બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે, મોટી બહેને કથિત રીતે તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નાની બહેને આનો સખત વિરોધ કર્યો. પીડિત છોકરીના શરીરને મોટી બહેન દ્વારા અયોગ્ય રીતે સ્પર્શ કરવામાં આવ્યો હતો અને ગળે લગાવવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિથી નાની બહેન ગભરાઈ ગઈ હતી અને મોટી બહેન તેની વાત સાંભળવા તૈયાર ન હોવાનું જણાતાં આખરે તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો.
આ પણ વાંચો: Woman Committed Suicide in surat: પતિના ત્રાસને કારણે પત્નીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત
આખરે કેસ નોંધાયોઃ પુણેમાં એક બહેને તેની નાની બહેનની જાતીય સતામણી કરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યારે પીડિતા પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણ કરવા ગઈ ત્યારે અધિકારીઓ મુંઝવણમાં મુકાઈ ગયા હતા. આ મામલે પોલીસે મોટી બહેન વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધ્યો છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં 18 વર્ષની યુવતીએ નોંધાવેલી ફરિયાદના આધારે 24 વર્ષની મોટી બહેન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.