મુઝફ્ફરનગરઃ દેશમાં અઝાન-હનુમાન ચાલીસા વિવાદ (Azan vs hanuman chalisa) વચ્ચે જિલ્લાના મેરઠના બે પરિવારોના આઠ લોકોએ મુસ્લિમ ધર્મનો ત્યાગ કરીને હિંદુ ધર્મ અપનાવ્યો (muzaffarnagar hindu religion adoption) છે. તેમના ઘરે પાછા ફરવા માટે, તેમને યશવીર આશ્રમ બઘરા ખાતે શુદ્ધિકરણ યજ્ઞ દ્વારા શુદ્ધ કરવામાં આવ્યા હતા.
મુસ્લિમોને શુદ્ધ કર્યા: બઘરાના યશવીર આશ્રમ (Yashveer Ashram Baghra)માં શુદ્ધિ યજ્ઞમાં મેરઠના 2 પરિવારોના 8 મુસ્લિમોને શુદ્ધ કરીને હિંદુ ધર્મમાં પુનઃ દીક્ષા આપવામાં આવી હતી. આચાર્ય મૃગેન્દ્ર બ્રહ્મચારીએ વેદના મંત્રોની મદદથી યજ્ઞ, હવન અને પૂજા કરી હતી. યોગ સાધના યશવીર આશ્રમ બાઘરાના મહંત સ્વામી યશવીર મહારાજે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર પહેલાની સરકારોમાં હિંદુઓનું મુસ્લિમ ધર્માંતરણ (Up Hindu Muslim Conversion) કરવામાં આવતું હતું.
યજ્ઞમાં 8 લોકોએ આહુતિ આપી: અગાઉની સરકારોમાં કેટલાક મૌલાના-મૌલવી હિંદુ ધર્મના ગરીબ લોકોની વચ્ચે પહોંચતા હતા અને તેમને લાલચ આપીને અને અન્ય રીતે મુસ્લિમ બનાવી લેતા હતા, પરંતુ હવે તેમનામાં જાગૃતિ આવી છે અને તેના પરિણામે ભૂતકાળમાં ધર્મ પરિવર્તન પામેલા લોકોએ પરત ફરવાનું મન બનાવી લીધું છે, જેનું પરિણામ એ આવ્યું છે કે, હવન યજ્ઞમાં 8 લોકોએ આહુતિ આપી છે. હિંદુ ધર્મથી શુદ્ધ કરતી વખતે ગાયત્રી મંત્ર અપનાવ્યો છે.
આ પણ વાંચો: વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ફરી ભક્તો માટે પ્રતિબંધ, જાણો શું છે કોરોનાની નવી માર્ગદર્શિકા
મુસ્લિમ ધર્મ છોડીને હિંદુ બનેલા તમામ આઠ લોકોએ પોતાના મુસ્લિમ નામો પણ છોડી દીધા છે અને હિંદુ નામો આપ્યા છે, જેમાં શાહિસ્તાનું નામ રાધા, બરખાનું નામ વર્ષા, રશીદાનું નામ ગીતા, અકબરનું નામ કૃતપાલ, ઇકરાનું નામ શીતલ છે. ગુલ્લુનું નામ કાર્તિક, એહસાનનું નામ સચિન અને હારૂનનું નામ અરુણ રાખવામાં આવ્યું છે. આ અંગે એસડીએમ સદર પરમાનંદ ઝાએ જણાવ્યું કે તેમને પેપર દ્વારા માહિતી મળી છે.
આ પણ વાંચો: Rajasthan Youth firing in marriage: લગ્ન સમારોહમાં યુવકે ફાયરિંગ કર્યાનો વીડિયો વાયરલ
યોગ સાધના યશવીર આશ્રમ બાઘરાના મહંત સ્વામી યશવીરના શિષ્ય મૃગેન્દ્રએ જણાવ્યું કે, આમાં 8 લોકોનું ધર્મ પરિવર્તન થયું છે અને તેમાં 2 પરિવાર છે. દરેક વ્યક્તિ પોતાની મરજીથી ઘરે પરત ફર્યા છે. જો અમે કોઈનું ધર્મપરિવર્તન કરીએ તો અમે અધિકારીઓને જાણ કરીએ છીએ, પરંતુ આ લોકો પોતાના ઘરે પરત ફર્યા છે, આ લોકો પહેલા હિન્દુ હતા.