ETV Bharat / bharat

દંતેવાડા IED બ્લાસ્ટમાં સીક્યુરિટી એજન્સીને સાંપડી મોટી સફળતા, 8 નકસલવાદીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા

છત્તીસગઢના દંતેવાડામાં સીક્યુરિટી એજન્સીને મોટી સફળતા સાંપડી છે. એજન્સીએ IED બ્લાસ્ટમાં સામેલ એવા 8 નક્સલવાદીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Security Forces 8 Naxalites IED blast

દંતેવાડા IED બ્લાસ્ટમાં સીક્યુરિટી એજન્સીને સાંપડી મોટી સફળતા

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 22, 2023, 7:29 PM IST

છત્તીસગઢઃ દંતેવાડા જિલ્લાની સીક્યુરિટી એજન્સી અને પોલીસ ટીમે IED બ્લાસ્ટમાં સામેલ એવા 8 નક્સલવાદીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા છે. આ 8 નકસલવાદીઓમાંથી 2 બોદલીના જંગલ અને 6 પરલાગટ્ટાના જંગલમાંથી ઝડપાઈ ગયા છે.

ગુરુવારે માલેવાહી, ડીઆરજી, બસ્તર ફાઈટર્સ દંતેવાડા અને સીઆરપીએફની 195મી બટાલિયન ડી કંપની માલેવાહીએ ઈંદ્રાવતી વિસ્તારમાં નકસલવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. જેના બાદ માલેવાહી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને અન્ય સીક્યુરિટી એજન્સીની ટીમ બોદલી, ઘોટિયા અને ટેટમ જંગલમાં શોધખોળ માટે રવાના થઈ. શુક્રવાર સવારે બોદલી જંગલમાં 2 શંકાસ્પદ ઈસમો પોલીસને જોઈને નાસવા લાગ્યા. આ ભાગતા શંકાસ્પદોને પોલીસે ઘેરાબંધી કરીને ઝડપી લીધા હતા.

આ બંને આરોપીઓ પીડિયાકોટ આરપીસીમાં બાલ સંઘમ સભ્યના પદ પર કામ કરતા હોવાનું જણાયું હતું. આ આરોપીઓ 2 ડિસેમ્બરે બોદલી ગામના નયાપરા મેન રોડ પર થયેલ IED બ્લાસ્ટમાં સામેલ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આ બંને આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે. જેમણે પોલીસની ટીમે કોર્ટમાં રજૂ કર્યા હતા.

સીઆરપીએફ 231ની ઈ અને જી કંપની, યંગ પ્લાટૂન અને પોલીસ સ્ટેશન સાથે પરલાગટ્ટા બૈનપલ્લીના જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. નકસલવાદીઓને ઝબ્બે કરવા યોજવામાં આવેલ સર્ચ ઓપરેશન દરમિયાન પરલાગટ્ટાના જંગલમાં પોલીસ પાર્ટીને જોઈને નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગ કરતા લોકોની પોલીસે ઘેરાબંધી કરીને ધરપકડ કરી હતી. આ પકડાયેલા નકસલવાદીઓમાં સુંડામ હુર્રા, સુંડામ નંદા, મુદ્દા સુંડામ, માડવી હાંદા, સુંડામ ભીમા, હિડમાં માડવીનો સમાવેશ થાય છે. આ 6 નકસલવાદીઓ બડેપલ્લી અને પરલગટ્ટા વચ્ચેના જંગલમાં IED બ્લાસ્ટમાં સામેલ હતા. આ બ્લાસ્ટમાં એક સુરક્ષા કર્મી ઘાયલ થયો હતો.

  1. Delhi Crime: દિલ્હી પોલીસે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહનવાઝની ધરપકડ કરી, NIAએ ત્રણ લાખનું ઈનામ રાખ્યું હતું
  2. Terrorist attacks: દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદી હુમલામાં એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.