ETV Bharat / bharat

Solar Eclipse 2021 : વર્ષ 2021નું પ્રથમ સૂર્યગ્રહણ, જાણો કઇ રાશિને થશે લાભ અને કોને થશે ગેરલાભ - Solar Eclipse news

વર્ષ 2021નું પ્રથમ સૂર્યગ્રહણ (Solar Eclipse 2021) 10 જૂને થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વર્ષનું આ પ્રથમ ગ્રહણ વિવિધ રાશિના લોકો પર અસર કરશે. ભારતમાં આ સૂર્યગ્રહણ ફક્ત અરુણાચલ પ્રદેશમાં જ જોઇ શકાશે.

વર્ષ 2021નું પ્રથમ સૂર્યગ્રહણ, જાણો કઇ રાશિને થશે લાભ અને કોને થશે ગેરલાભ

author img

By

Published : Jun 9, 2021, 9:51 AM IST

Updated : Jun 9, 2021, 2:04 PM IST

  • આગામી 10 જૂને આવનારું સૂર્યગ્રહણ(Solar Eclipse)ઘણી રીતે વિશેષ
  • અન્ય દેશોમાં પણ જોવા મળશે
  • અમેરિકા(America)અને કેનેડા(Canada) જેવા દેશો શામેલ છે

નવી દિલ્હી: આગામી 10 જૂને આવનારું સૂર્યગ્રહણ(Solar Eclipse)ઘણી રીતે વિશેષ છે. જ્યોતિષ શાસ્ત્ર(astrology) અનુસાર, વર્ષનું આ પ્રથમ ગ્રહણ વિવિધ રાશિના લોકો પર અસર કરશે. આમાં લોકોના સ્વાસ્થ્ય, પૈસા અને વિદેશ પ્રવાસ પર આનો પ્રભાવ પડવાની વાત ચાલી રહી છે.

આ પણ વાંચોઃ જાણો આ સૂર્યગ્રહણની ભારત પર શું થશે અસર, આજે રાત્રે થશે સૂર્યગ્રહણ

ગ્રહણ 1:42 વાગ્યાથી 6:41 વાગ્યા સુધી રહેશે

જાણીતા પંડિત પ્રકાશ જોષી(Pandit Prakash Joshi) ના જણાવ્યા મુજબ, ઉપરોક્ત તારીખે ગ્રહણ 1:42 વાગ્યાથી 6:41 વાગ્યા સુધી રહેશે. ભારતમાં તે ફક્ત અરુણાચલ પ્રદેશ(Arunachal Pradesh)માં જ જોઇ શકાશે. તે જ સમયે, તે અન્ય દેશોમાં પણ જોવા મળશે. જેમાં અમેરિકા(America)અને કેનેડા(Canada) જેવા દેશો શામેલ છે.

વર્ષ 2021નું પ્રથમ સૂર્યગ્રહણ, જાણો કઇ રાશિને થશે લાભ અને કોને થશે ગેરલાભ

વૃષભ રાશિ પર સૌથી વધુ અસર

આ ગ્રહણ વૃષભ રાશિ(eclipse taurus)પર સૌથી વધુ અસર કરશે. પંડિત પ્રકાશ જોશીના મતે, આ રાશિના લોકોએ તેમના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું પડશે. માસ્ક સતત પહેરવું અને બહારની વસ્તુઓ ખાવાનું ટાળો. આ સાથે લાંબા અંતરનો પ્રવાસ કરવાનું ટાળવું. નવી નોકરીઓનો યોગ સર્જાઈ રહ્યો છે.

બોસ સાથે થઇ શકે છે ઝઘડો

આ સૂર્યગ્રહણ(Solar Eclipse)ના કારણે મેષ રાશિના લોકોને વિદેશ પ્રવાસની તક ઉભી થશે. પંડિત જોશીના જણાવ્યા મુજબ, આગામી 40 દિવસ મેષ રાશિના લોકોનું અટકેલું કામ થઇ જશે.

મિથુન રાશિના લોકોએ વાણી પર નિયંત્રણ રાખવો પડશે

સૂર્યગ્રહણ મિથુન રાશિના લોકો માટે પણ સારા સંકેતો લાવી રહ્યું છે. અહીં લોકોના અટકેલા કામ પુરા થશે અને નવા કામની શક્યતાઓ પ્રબળ બનશે. પૈસા-લાભ થશે. આ રાશિના લોકોને તેમની વાણી પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે. આમ ન કરવાથી તેમની તેમના બોસ અને ઉચ્ચ અધિકારીઓ સાથે ખટપટ થઇ શકે છે.

પરિવારમાં માંગલિક પ્રસંગના યોગ

સૂર્યગ્રહણની અસરના કારણે આગામી 40 દિવસમાં કર્ક રાશિના લોકોના ઘરોમાં શુભ કાર્ય કરવાના યોગ બની રહ્યા છે. આ રાશિના લોકો માટે ખરીદી અને વેચાણના યોગ પણ બની રહ્યા છે. સિંહ રાશિના લોકોનું જમીન અને બાંધકામ સંબંધિત કામ આગામી 40 દિવસમાં પૂર્ણ થઇ શકશે. તેમના ઘરમાં પણ કોઈ શુભ કાર્ય થવાની સંભાવના છે.

કન્યા રાશિના લોકોએ ધ્યાન આપવું પડશે

  • કન્યા રાશિવાળા લોકોએ આગામી 40 દિવસ સુધી તેમના આરોગ્યની સંભાળ રાખવી પડશે. ઉપરાંત બહારની ચીજો ખાવાથી બચવું પડશે. આ લોકો તેમના મિત્રો પાસેથી ધન લાભ થઇ શકે છે.
  • તુલા રાશિના લોકોના કાર્યમાં પ્રગતિ થશે અને ગ્રહણના 10 દિવસ પછી તેમનું અટકેલું કાર્ય થવાનું શરૂ થઈ જશે.
  • વૃશ્ચિક રાશિના લોકો ગ્રહણના કારણે ચીડિયા થઈ શકે છે. ત્યારે 40 કિલો વ્યર્થ ખર્ચો થઇ શકે છે. આ રાશિવાળા લોકોના કામમાં પણ અવરોધો આવી શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આજે સૂર્ય 70 ટકા જેટલો ઢંકાયેલો જોવા મળશે, હવે ભારતમાં વર્ષ 2031માં સૂર્યગ્રહણ જોવા મળશે

ધન રાશિને થશે લાભ

  • સૂર્યગ્રહણના કારણે ધનુ રાશિના લોકોના અટકેલા પાર પડશે. આગામી 40 દિવસ સુધી તેમને અટકી-અટકીને ધન પ્રાપ્ત થશે.
  • મકર રાશિવાળા લોકોને તેમની મહેનતનું સારુ પરિણામ મળશે. આ રાશિનો ચાલી રહેલો ખરાબ સમય હવે ધીમે-ધીમે પાટા પર ફરી આવશે.
  • સંતાન પ્રાપ્તિની આશા રાખનારા લોકો આ સમયે સારા સમાચાર મેળવી શકે છે. આ દરમિયાન, કુંભ રાશિની ખરીદી અને વેચાણનો યોગ બની રહ્યો છે. જેમાં વાહનો પર તેમનો ખર્ચ કરી શકે છે. આ રાશિના લોકોનું અટકેલું ધન મળી જશે.
  • મીન રાશિવાળા લોકોનું કાર્ય આગામી 40 દિવસમાં ઝડપથી વધશે.

Last Updated : Jun 9, 2021, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.