- વડાપ્રધાન નરેન્દ્ર મોદી NEPનું એક વર્ષ પૂર્ણ થતા સંબોધન
- વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજવામાં આવી બેઠક
- વિદ્યાર્થીઓને આપવામાં આવેલા વિકલ્પોમાં નિખાલસતા અપાઈ
ન્યૂઝ ડેસ્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi )એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (National Education Policy) 2020 અંતર્ગત સુધારાના એક વર્ષ પૂરા થવા પર કહ્યું હતું કે, શિક્ષણ નીતિને તમામ પ્રકારના દબાણથી મુક્ત રાખવામાં આવી છે. નિખાલસતા નીતિઓમાં રાખવામાં આવી છે, તેવી જ નિખાલસતા વિદ્યાર્થીઓને આપવામાં આવેલા વિકલ્પોમાં પણ છે. હવે,વિદ્યાર્થીઓ કેટલો સમય અભ્યાસ કરશે, કેટલો અભ્યાસ કરશે તે ફક્ત હવે સંસ્થાઓ જ નક્કી કરશે નહીં, તેમણે એમ પણ કહ્યું કે, 14 એન્જિનિયરિંગ કોલેજોમાં હિન્દી સહિત 5 ભારતીય ભાષાઓમાં ઇજનેરી અભ્યાસ શરૂ કરવાના છે.
વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે શુભેચ્છા પાઠવી
પ્રધાનપ્રધાને કહ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના એક વર્ષ પૂર્ણ થવા પર તમામ દેશવાસીઓ અને તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ. છેલ્લા એક વર્ષમાં, દેશની તમામ મહાન હસ્તીઓ, શિક્ષકો, આચાર્યો, નીતિ ઘડવૈયાઓએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને જમીન પર લાવવામાં ખૂબ જ મહેનત કરી છે.
શિક્ષણ નીતિ તમામ પ્રકારના દબાણથી મુક્ત છે: વડાપ્રધાન મોદી
રાષ્ટ્રીય શિક્ષણ નીતિની પ્રશંસા કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિને તમામ પ્રકારના દબાણથી મુક્ત રાખવામાં આવી છે. જે નિખાલસતા નીતિઓમાં રાખવામાં આવી છે, તેવી જ નિખાલસતા વિદ્યાર્થીઓને આપવામાં આવેલા વિકલ્પોમાં પણ છે. હવે, વિદ્યાર્થીઓ કેટલો સમય અભ્યાસ કરશે, કેટલો અભ્યાસ કરશે તે ફક્ત હવે સંસ્થાઓ જ નક્કી કરશે નહીં, આ નક્કી કરવામાં વિદ્યાર્થીઓની સહભાગિતા હશે.
દરેક દિશામાં સક્ષમ અને આત્મનિર્ભર બનવું
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આજે બની રહેલી સ્થિતિને સમજવા માટે, આપણા યુવાનોએ દુનિયા કરતા એક પગલું આગળ રાખવું પડશે. તે આરોગ્ય, સરક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી સહિત દેશને દરેક દિશામાં સક્ષમ અને આત્મનિર્ભર બનવું પડશે.
મૂળ ભાષાઓમાં એન્જિનિયરિંગનો અભ્યાસ : વડાપ્રધાન મોદી
મૂળ ભાષાઓમાં એન્જિનિયરિંગના અભ્યાસ શરૂ કરવા અંગે વડાપ્રધાને કહ્યું હતું કે, મને ખુશી છે કે 8 રાજ્યોની 14 એન્જિનિયરિંગ કોલેજો 5 ભારતીય ભાષાઓ હિન્દી, તમિલ, તેલુગું, મરાઠી અને બંગાળીમાં અભ્યાસ શરૂ કરશે. એન્જિનિયરિંગના અભ્યાસક્રમોના 11 ભારતીય ભાષાઓમાં અનુવાદ માટે એક ટૂલ પણ વિકસાવવામાં આવ્યું છે.
દિવ્યાંગોને પણ મળશે મદદ
વધુમાં તેમણે કહ્યું હતું કે, પહેલીવાર ભારતીય સાંકેતિક ભાષાને વિષયનો દરજ્જો આપવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓ તેને ભાષા તરીકે પણ વાંચી શકશે. આ ભારતીય સાંકેતિક ભાષાને મોટું પ્રોત્સાહન આપશે, આપણા દિવ્યાંગોને પણ ઘણી મદદ કરશે.