ETV Bharat / bharat

ED જેકલિન ફર્નાન્ડિઝની ફરી પૂછપરછ કરશે, 15 ઓક્ટોબરે હાજર થવા માટે કહ્યું - નોરા ફતેહી પૂછપરછ માટે દિલ્હીની ઇડી ઓફિસમાં હાજર

EDએ જેકલિનને 15 ઓક્ટોબરે સુકેશ કેસમાં હાજર થવા કહ્યું છે. અગાઉ પણ EDએ દિલ્હીમાં મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેકલિનની પૂછપરછ કરી હતી. 200 કરોડથી વધુની છેતરપિંડી અને ખંડણીના આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા કેસમાં જેકલીન ફર્નાન્ડીઝનું નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (Money laundering case)હેઠળ સાક્ષી તરીકે નોંધવામાં આવ્યું હતું.

ED જેકલિન ફર્નાન્ડિઝની ફરી પૂછપરછ કરશે, 15 ઓક્ટોબરે હાજર થવા માટે કહ્યું

author img

By

Published : Oct 14, 2021, 2:03 PM IST

  • EDએ દિલ્હીમાં મની લોન્ડરિંગ કેસમાં જેકલિનની પૂછપરછ કરી
  • જેકલિનને 15 ઓક્ટોબરે સુકેશ કેસમાં હાજર થવા કહ્યું
  • સુકેશ પર જેલની અંદરથી 200 કરોડની વસૂલાતનું રેકેટ ચલાવવાનો આરોપ

ન્યૂઝ ડેસ્ક: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) એ રાજધાની દિલ્હીની તિહાડ જેલની અંદર 200 કરોડ રૂપિયાના વસૂલાત કેસનો વ્યાપ વધાર્યો છે. હાલમાં, જાણીતી ડાન્સર અને બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી પૂછપરછ માટે દિલ્હીની ઇડી ઓફિસમાં હાજર છે. તે જ સમયે, હવે જેકેલીન ફર્નાન્ડિસને સુકેશ ચંદ્રશેખર કેસમાં 15 ઓક્ટોબર (ગુરુવારે) પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ગયા મહિને, જેકલિનની ઇડીએ તેની દિલ્હી ઓફિસમાં પાંચ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી.

દિલ્હીમાં મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રીની પૂછપરછ કરી

EDએ જેકલિનને 15 ઓક્ટોબરે સુકેશ કેસમાં હાજર થવા કહ્યું છે. અગાઉ, ઇડીએ દિલ્હીમાં મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રીની પૂછપરછ કરી હતી.

200 કરોડથી વધુની છેતરપિંડી અને ખંડણીના આરોપી

200 કરોડથી વધુની છેતરપિંડી અને ખંડણીના આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા કેસમાં જેકલીન ફર્નાન્ડીઝનું નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ હેઠળ સાક્ષી તરીકે નોંધવામાં આવ્યું હતું. હવે ફરી એક વખત તેને ED ઓફિસમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

શું છે સુકેશ ચંદ્રશેખર કેસ?

પોલીસે આ વર્ષે જ સુકેશ ચંદ્રશેખરની ધરપકડ કરી હતી. સુકેશ પર જેલની અંદરથી 200 કરોડની વસૂલાતનું મોટું રેકેટ ચલાવવાનો આરોપ છે. સુકેશે એક જાણીતા ઉદ્યોગપતિની પત્ની પાસેથી 50 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી.

સુકેશ પાસેથી બે મોબાઈલ કબજે કર્યા

જ્યારે પોલીસને તેની જાણ થઈ, ત્યારે તેઓએ જેલમાં દરોડો પાડ્યો અને સુકેશ પાસેથી બે મોબાઈલ કબજે કર્યા. હવે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને આ સમગ્ર કેસમાં સાક્ષી તરીકે માનવામાં આવી રહી છે.

જેક્લીનનું વર્કફ્રન્ટ

જેકલીન આ દિવસોમાં સૈફ અલી ખાન અને અર્જુન કપૂર સ્ટારર ફિલ્મ 'ભૂત પોલીસ'માં જોવા મળી રહી છે. ફિલ્મના પ્રચાર માટે અભિનેત્રી ડાન્સ રિયાલિટી શો ડાન્સ દીવાને પણ પહોંચી હતી. આ દરમિયાન તેમની સાથે ફિલ્મની અન્ય અભિનેત્રી યામી ગૌતમ હાજર હતી.

આ પણ વાંચોઃ ક્રૂઝ ડ્રગ્સ કેસ: આર્યન ખાન આજે પણ જેલમાં રહેશે, સુનાવણી કાલ સુધી મુલતવી

આ પણ વાંચોઃ આર્યન ખાનની જામીન અરજી પર આજે ફરી સુનાવણી હાથ ધરાશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.