નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ન્યૂઝ ક્લિક ટેરર ફંડિંગ કેસમાં અમેરિકન કરોડપતિ નેવિલ રોય સિંઘમને સમન્સ પાઠવ્યા છે. કેન્દ્રીય એજન્સી સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર નેવિલ રોય સિંઘમનું નામ સૌથી પહેલા ધ ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં સામે આવ્યું હતું. આ રિપોર્ટમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આ અમેરિકન કરોડપતિ દુનિયાભરમાં ચીનનો પ્રચાર પ્રસાર કરવામાં સામેલ છે. ફેડરલ એજન્સીએ વિદેશ મંત્રાલય દ્વારા ચીનમાં નેવિલ રોય સિંઘમને સમન્સ મોકલ્યા છે.
નેવિલ રોય પર આરોપ : નેવિલ રોય સિંઘમને ન્યૂઝ ક્લિક ટેરર ફંડિંગ કેસમાં આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યો છે. નેવિલે અગાઉ આ આરોપોને ફગાવી દીધા છે. ઉલ્લેખનિય છે કે, નેવિલ રોય પર મીડિયા આઉટલેટ ન્યૂઝ ક્લિકના માધ્યમથી ભારત સહિત વિશ્વભરમાં ચીનના વિચારો ફેલાવવા માટે ચીન સરકારના પ્રચાર વિભાગ સાથે સંકળાયેલ ફંડિંગ નેટવર્ક ચલાવવાનો આરોપ છે.
-
The Enforcement Directorate has issued summons to American millionaire Neville Roy Singham in connection with the NewsClick terror case: Sources
— ANI (@ANI) November 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Enforcement Directorate has issued summons to American millionaire Neville Roy Singham in connection with the NewsClick terror case: Sources
— ANI (@ANI) November 16, 2023The Enforcement Directorate has issued summons to American millionaire Neville Roy Singham in connection with the NewsClick terror case: Sources
— ANI (@ANI) November 16, 2023
પોર્ટલના એડિટરની ધરપકડ : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે નેવિલ રોયને આ કેસમાં આરોપી બનાવ્યો છે. આ કેસ મામલે અગાઉ ન્યૂઝ ક્લિકના એડિટર અને એક કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી. ગયા મહિને પણ પત્રકારો અને કાર્યકરો સહિત લગભગ 100 લોકો સાથે સંકળાયેલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
શું છે મામલો ? દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ગત મહિનામાં વેબ પોર્ટલ ન્યૂઝક્લિકના એડિટર-ઇન-ચીફ પ્રબીર પુરકાયસ્થ અને તેના HR હેડ અમિત ચક્રવર્તીની પણ ધરપકડ કરી હતી. દેશભરમાં લગભગ 100 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા બાદ આ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કાયદા અમલીકરણ અધિકારી પોર્ટલ સામેના આરોપોની તપાસ કરી રહ્યા છે. આ પોર્ટલ પર ચીન પાસેથી ગેરકાયદેસર ફંડ મેળવવાનો અને ચીની પ્રચારને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. પોર્ટલ સાથે જોડાયેલા ઘણા કર્મચારીઓ અને સલાહકારો પણ તપાસ હેઠળ છે.