શ્રીનગર: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે પાકિસ્તાનમાં કાશ્મીરી વિદ્યાર્થીઓને એમબીબીએસની સીટો "વેચવાના" સંબંધમાં હુર્રિયત નેતાઓના ઘરો સહિત ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ અહીં આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે અનંતનાગમાં કાઝી યાસિર, અહીંના બાગ-એ-મહેતાબ વિસ્તારમાં 'જમ્મુ-કાશ્મીર મુક્તિ આંદોલન' ના પ્રમુખ ઝફર ભટ અને અનંતનાગના મટ્ટન વિસ્તારમાં મોહમ્મદ ઈકબાલ ખ્વાજાના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન તેણે કેટલાક લોકોના નામ જાહેર કર્યા હતા.
એમબીબીએસની 'સીટો' વેચવાના મામલે દરોડા: અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે કેન્દ્રીય તપાસ એજન્સીના કર્મચારીઓએ ત્રણ સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. તેમણે કહ્યું કે, આ દરોડા પાકિસ્તાનમાં કાશ્મીરી વિદ્યાર્થીઓને એમબીબીએસની 'સીટો' વેચવા અને આતંકવાદને સમર્થન અને પૈસા આપવાના મામલામાં કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો Delhi News : BRS નેતા કવિતા 11 માર્ચે ED સમક્ષ પૂછપરછ માટે હાજર થશે
4 લોકોની ધરપકડ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર જુલાઈ 2020માં કાઉન્ટર ઈન્ટેલિજન્સ કાશ્મીરે કેસ નોંધ્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેટલાક હુર્રિયત નેતાઓ અને શૈક્ષણિક કેન્દ્રો સાથે મળીને પાકિસ્તાનમાં એમબીબીએસની બેઠકો વેચવામાં આવી રહી છે. કેસ નોંધાયા બાદ ઓગસ્ટમાં આ કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે કેટલાક લોકોના નામ જાહેર કર્યા હતા.
આ પણ વાંચો Gujarat Crime: ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSના સંયુક્ત ઓપરેશનમાં 425 કરોડના ડ્રગ્સ સાથે 5 ઈરાની ઝડપાયા
UGCના નિયમો અનુસાર પાકિસ્તાનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ભારતમાં નોકરી નહીં મળે. આ સંદર્ભમાં AICTE એ પણ ચેતવણી જારી કરીને કહ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે પાકિસ્તાન ન જવું જોઈએ. જો કે યુજીસીએ એમ પણ કહ્યું હતું કે, આ નિયમ પાકિસ્તાનથી આવેલા તે લોકો પર લાગુ થશે નહીં, જેમને ભારત સરકાર દ્વારા નાગરિકતા આપવામાં આવી છે.