નવી દિલ્હી/રાંચી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઝારખંડના ખુંટી જિલ્લામાં મનરેગાના ભંડોળમાં રૂ. 18 કરોડની કથિત ઉચાપત સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના ખાણ સચિવની જગ્યા સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા (ed raids in several states) હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ 18 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી (ED raids in multiple states) રહ્યા છે.
-
Enforcement Directorate conducts raids at the locations of Jharkhand Mines & Geology Department Secretary, Pooja Singhal and businessman Amit Agarwal in Ranchi, says the Agency.
— ANI (@ANI) May 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Enforcement Directorate conducts raids at the locations of Jharkhand Mines & Geology Department Secretary, Pooja Singhal and businessman Amit Agarwal in Ranchi, says the Agency.
— ANI (@ANI) May 6, 2022Enforcement Directorate conducts raids at the locations of Jharkhand Mines & Geology Department Secretary, Pooja Singhal and businessman Amit Agarwal in Ranchi, says the Agency.
— ANI (@ANI) May 6, 2022
આ પણ વાંચો: WHOનો દાવો, ભારતમાં કોરોનાના કારણે 47 લાખ મોત, આરોગ્ય મંત્રાલયે ઉઠાવ્યો વાંધો કહ્યું...
પૂજા સિંઘલના પરિસરનુ પણ સર્ચ: અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી અને ઝારખંડ માઇનિંગ સેક્રેટરી પૂજા સિંઘલના પરિસરની પણ સર્ચ કરવામાં આવી રહી છે. આ કેસ ઝારખંડના જુનિયર એન્જિનિયર રામ બિનોદ પ્રસાદ સિંહા વિરુદ્ધ 2020માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા PMLA હેઠળ નોંધાયેલા કેસ સાથે સંબંધિત છે.
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલ નિવેદન આપવું ભાજપના આ નેતાને પડ્યું ભારે
16 FIR અને ચાર્જશીટની નોંધ: કેન્દ્રીય એજન્સીએ થોડા વર્ષો પહેલા ઝારખંડ વિજિલન્સ બ્યુરો દ્વારા સિંહા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી 16 FIR અને ચાર્જશીટની નોંધ લીધી હતી. આમાં સિન્હા પર "તેમના સત્તાવાર પદનો દુરુપયોગ, બનાવટી અને 18 કરોડ રૂપિયાના સરકારી નાણાના ભંડોળના દુરુપયોગ દ્વારા ગેરઉપયોગ કરવાનો" આરોપ મૂકવામાં આવ્યો હતો.