ETV Bharat / bharat

Land For Job Scam: EDએ પુત્રી ચંદા યાદવની પૂછપરછ કરતા લાલુના પરિવારની મુશ્કેલીઓ વધી - એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ

નોકરીના બદલામાં જમીન કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવ, તેમના પરિવાર અને નજીકના લોકોના ઘરે સીબીઆઈના દરોડા પછી હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ તેમની સતત પૂછપરછ કરી રહી છે. આજે EDની ટીમ લાલુની પુત્રી ચંદા યાદવની પૂછપરછ કરી રહી છે.

Land For Job Scam: EDએ પુત્રી ચંદા યાદવની પૂછપરછ કરતા લાલુના પરિવારની મુશ્કેલીઓ વધી

author img

By

Published : Apr 13, 2023, 2:17 PM IST

પટનાઃ રેલવેમાં નોકરીના બદલામાં જમીનના મામલે લાલુ પરિવારની મુશ્કેલીઓ હજુ ઓછી થઈ નથી. આ મામલામાં લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, લાલુ યાદવની પુત્રી રાગિણી યાદવ, મીસા ભારતીની પૂછપરછ કર્યા બાદ EDની ટીમ લાલુની પુત્રી ચંદા યાદવની પૂછપરછ કરી રહી છે. હાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસમાં ચંદા યાદવની પૂછપરછ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Umesh pal murder case: અતીક અહેમદનો પુત્ર અસદ અહમદ એન્કાઉન્ટરમાં ઠાર

પરિવારના સભ્યોની પૂછપરછ: આ વર્ષે માર્ચમાં, એજન્સીએ રાગિણી યાદવ, તેની બહેનો ચંદા યાદવ અને હેમા યાદવ અને પટના, ફુલવારીશરીફ, દિલ્હી-એનસીઆર, રાંચી અને મુંબઈમાં આરજેડીના ભૂતપૂર્વ ધારાસભ્ય અબુ દોજાના પરિસરમાં શોધખોળ હાથ ધરી હતી. તે જ સમયે, અગાઉ સોમવારે, EDએ આ મામલે બિહારના ઉપમુખ્યપ્રધાન રાગિણી યાદવના ભાઈ તેજસ્વી યાદવની પણ પૂછપરછ કરી અને તેમનું નિવેદન નોંધ્યું. 25 માર્ચે EDએ આ મામલે લાલુ પ્રસાદની પુત્રી અને આરજેડી સાંસદ મીસા ભારતીની પણ પૂછપરછ કરી હતી. તે જ દિવસે તેજસ્વી યાદવ સીબીઆઈ સમક્ષ હાજર થયા હતા.

આ પણ વાંચોઃ NCP સાથે અજિત પવારનું ભવિષ્ય ઉજ્જવળ છે, ભાજપમાં નહીં જોડાયઃ સંજય રાઉત

નોકરી કૌભાંડ શું છેઃ લાલુ યાદવ પર આરોપ છે કે 2004-09ના સમયગાળા દરમિયાન ભારતીય રેલ્વેના વિવિધ ઝોનમાં ગ્રુપ ડીના પદો પર નિમણૂકના બદલામાં તત્કાલિન રેલવે પ્રધાન લાલુ પ્રસાદ અને તેમના પરિવારના સભ્યોને જમીન ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ કિસ્સામાં જમીન લાભાર્થી કંપની એકે ઈન્ફોસિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડને ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ કેસમાં લાલુ યાદવ પરિવારના ઘણા લોકો સાથે જમીન આપીને નોકરી લેનારાઓને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. ED દ્વારા તેમની પૂછપરછ પણ કરવામાં આવી છે.

EDની ટીમે શું કબજે કર્યુઃ લાલુ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ, મીસા ભારતી, રાગિણી યાદવ અને ચંદા યાદવ જમીન-નોકરીના કેસમાં સીબીઆઈ તપાસ હેઠળ છે. આ સમગ્ર મામલામાં EDની ટીમને તાજેતરના દરોડામાં જાણવા મળ્યું છે કે, દિલ્હીની ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં લગભગ 150 કરોડ રૂપિયાનું ઘર અને પ્લોટ લાલુ પરિવારે માત્ર 4 લાખ રૂપિયામાં કબજે કરી લીધો હતો. આ મામલામાં એક મેન્યુફેક્ચરિંગ કંપની એબી એક્સપોર્ટ્સનું નામ પણ સામે આવી રહ્યું છે. આ કંપનીના મોટાભાગના શેર તેજસ્વી યાદવના છે. જ્યારે કેટલાક શેર ચંદાના નામે પણ છે. તે આ કંપનીમાં ઓફિસર પણ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.