ETV Bharat / bharat

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં EDએ સંજય સિંહ વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી - पूरक चार्जशीट

Excise Policy Case : EDએ એક્સાઇઝ કૌભાંડ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. સંજય સિંહની ઈડી દ્વારા ઓક્ટોબર 2023માં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી સંજય સિંહ તિહાર જેલમાં બંધ છે.

ed-files-chargesheet-against-sanjay-singh-in-money-laundering-case

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 2, 2023, 4:11 PM IST

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટી (AAP) સાંસદ સંજય સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની વિવિધ કલમો હેઠળ સ્થાનિક કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.

આ કેસમાં આ એક સપ્લીમેન્ટરી ચાર્જશીટ છે કારણ કે એજન્સીએ અગાઉ આવી પાંચ જેટલી પ્રોસિક્યુશન ફરિયાદો દાખલ કરી છે. ઈડીએ ઓક્ટોબરમાં આ કેસમાં AAPના રાજ્યસભા સભ્ય સિંહની ધરપકડ કરી હતી. મની લોન્ડરિંગ વિરોધી એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે આરોપી બિઝનેસમેન દિનેશ અરોરાએ રાજ્યસભાના સભ્યના ઘરે બે હપ્તામાં 2 કરોડ રૂપિયા રોકડા પહોંચાડ્યા હતા. સિંહે આ દાવાને નકારી કાઢ્યો છે.

EDએ દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22 સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના સંબંધમાં AAP સાંસદની ધરપકડ કરી હતી. આ મામલે તેઓ પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પછી બીજા મોટા નેતા છે. દિલ્હીમાં શાસન કરતી AAPએ ધરપકડ અને કેસને રાજકીય કાવતરું ગણાવ્યું છે. ED અનુસાર, તપાસમાં જાણવા મળ્યું છે કે અરોરાએ બે વખત સિંઘના ઘરે 2 કરોડ રૂપિયા રોકડા પહોંચાડ્યા હતા. આ રોકડ ઓગસ્ટ 2021 અને એપ્રિલ 2022 વચ્ચે ડિલિવરી કરવામાં આવી હતી.

  1. ભારતે ઇકોલોજી અને ઇકોનોમી વચ્ચે સંતુલનનું વિશ્વ સમક્ષ ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું: PM મોદી
  2. રાજનીતિમાં કંગના રનૌત અને પરિણીતી ચોપરા થઈ શકે છે સામસામે, જાણો કઈ સીટ પરથી લડી શકે છે ચૂંટણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.