ETV Bharat / bharat

Economic Survey 2023: કૃષિ ક્ષેત્રનું પ્રદર્શન સારું, પરંતુ નવી દિશા આપવાની જરૂર

સંસદમાં રજૂ કરવામાં આવેલી 2022-23ની આર્થિક સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે ભારતીય કૃષિએ સારું પ્રદર્શન કર્યું છે. છેલ્લા છ વર્ષમાં કૃષિ ક્ષેત્રનો સરેરાશ વાર્ષિક વિકાસ દર 4.6 ટકા રહ્યો છે. આ ક્ષેત્રે નાણાકીય વર્ષ 2020-21માં 3.3 ટકાની સરખામણીએ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ત્રણ ટકાના દરે વૃદ્ધિ પામી છે. (Economic Survey 2023)

ECONOMIC SURVEY 2023 AGRICULTURE SECTOR GOOD PERFORMANCE

author img

By

Published : Jan 31, 2023, 6:33 PM IST

નવી દિલ્હી: ભારતીય કૃષિએ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ આબોહવા પરિવર્તનની પ્રતિકૂળ અસરો, ખેતીનો વધતો ખર્ચ વગેરે જેવા કેટલાક પડકારોની પૃષ્ઠભૂમિમાં આ ક્ષેત્રને નવી દિશા આપવાની જરૂર છે. મંગળવારે સંસદમાં રજૂ કરવામાં આવેલી 2022-23ની આર્થિક સમીક્ષામાં આ વાત કહેવામાં આવી છે. અન્ય પડકારોમાં નાની જમીન હોલ્ડિંગ, ખેત યાંત્રિકરણ તરફ નીચી પ્રગતિ, ઓછી ઉત્પાદકતા, છૂપી બેરોજગારી, વધતો ઈનપુટ ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે.

"ભારતીય કૃષિએ સારું પ્રદર્શન કર્યું હોવા છતાં, અમુક પડકારોને ધ્યાનમાં રાખીને આ ક્ષેત્રને પુનઃ દિશાનિર્દેશિત કરવાની જરૂર છે..."

નવી દિશા આપવાની જરૂર: સર્વેમાં જણાવાયું છે કે દેશમાં વૃદ્ધિ અને રોજગારી માટે કૃષિ ક્ષેત્રનું પ્રદર્શન નિર્ણાયક છે. ધિરાણ વિતરણ માટે સસ્તું, સમયસર અને સમાવિષ્ટ અભિગમ દ્વારા કૃષિમાં રોકાણને પ્રોત્સાહન આપવું જોઈએ. નોંધનીય છે કે 75 ટકાથી વધુ ગ્રામીણ મહિલા કામદારો કૃષિ ક્ષેત્રમાં કાર્યરત છે. આનો અર્થ એ છે કે ફૂડ પ્રોસેસિંગ સેક્ટર જેવા કૃષિ-સંબંધિત ક્ષેત્રોમાં મહિલાઓના કૌશલ્યો વધારવા અને રોજગારી પેદા કરવાની જરૂરિયાત છે.

"અહીં સ્વ-સહાય જૂથો (SHGs) નાણાકીય સમાવેશ, આજીવિકા વૈવિધ્યકરણ અને કૌશલ્ય વિકાસ દ્વારા મૂર્ત વિકાસ પરિણામો માટે ગ્રામીણ મહિલાઓની ક્ષમતા વધારવાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે" -સમીક્ષામાં જણાવાયું છે

કૃષિ નિકાસ સર્વકાલીન ઊંચી સપાટીએ: સમીક્ષા મુજબ, છેલ્લા છ વર્ષમાં કૃષિ ક્ષેત્રનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર 4.6 ટકા રહ્યો છે. આ ક્ષેત્રે નાણાકીય વર્ષ 2020-21માં 3.3 ટકાની સરખામણીએ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ત્રણ ટકાના દરે વૃદ્ધિ પામી છે. તાજેતરના વર્ષોમાં ભારત કૃષિ ઉત્પાદનોના ચોખ્ખા નિકાસકાર તરીકે પણ ઝડપથી ઉભરી આવ્યું છે. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન, કૃષિ નિકાસ $50.2 બિલિયનની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી હતી.

આ પણ વાંચો UNION BUDGET 2014-2022: નવા બજેટ પહેલા જાણો મોદી સરકારના જૂના બજેટની કહાની

ખેડૂતોને ફાયદો: સર્વેમાં જણાવાયું છે કે આ વધારો અંશતઃ સારા ચોમાસાના વર્ષો અને અંશતઃ કૃષિ ઉત્પાદકતા વધારવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ સુધારાને કારણે શક્ય બન્યો છે. સોઈલ હેલ્થ કાર્ડ, સૂક્ષ્મ સિંચાઈ ભંડોળ અને જૈવિક અને કુદરતી ખેતી જેવી નીતિઓએ ખેડૂતોને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં અને ખેતી ખર્ચ ઘટાડવામાં મદદ કરી છે. ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO) અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (e-NAM) ના વિસ્તરણે ખેડૂતોને સશક્ત કર્યા છે, તેમના સંસાધનોમાં વધારો કર્યો છે અને તેમને સારું વળતર મેળવવા સક્ષમ બનાવ્યા છે.

આ પણ વાંચો Budget session 2023: સંસદમાં રાષ્ટ્રપતિનું પહેલું અભિભાષણ, આંતકવાદ સામે દેશ મક્કમ

બજાર આધારિત વિકાસને પ્રોત્સાહન: એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF) એ વિવિધ કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની સુવિધા આપી છે. કિસાન રેલ ખાસ કરીને નાશવંત કૃષિ-બાગાયતી ચીજવસ્તુઓની અવરજવરની જરૂરિયાતને પૂરી કરે છે. ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (CDP) એ બાગાયત ક્લસ્ટરો માટે સંકલિત અને બજાર આધારિત વિકાસને પ્રોત્સાહન આપ્યું છે. કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવા માટે ખેડૂતોને પણ મદદ કરવામાં આવી રહી છે. સર્વે જણાવે છે કે આ તમામ પગલાંનો ઉદ્દેશ્ય કૃષિ ઉત્પાદકતા વધારવામાં મદદ કરવાનો છે અને મધ્યમ ગાળામાં એકંદર આર્થિક વૃદ્ધિમાં તેના યોગદાનને ટકાવી રાખવાનો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.