- બિહારના કેટલાયે જિલ્લાઓમાં ભૂકંપના આંચકા
- ભૂકંપનું કેન્દ્ર પટણાની આસપાસ
- ભૂકંપની તીવ્રતા 3.5 માપવામાં આવી
પટણા: બિહાર સહિત ઉત્તર બિહારના ઘણા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર પટણાની આસપાસ જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.5 માપવામાં આવે છે. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો તેમના ઘરની બહાર નીકળી ગયા હતા. ઘણા લોકો ભૂકંપથી ડરતા જોવા મળ્યા હતા.
ઓછી હતી તીવ્રતા
પટણાના રહેવાસીઓએ કહ્યું કે, તેઓ ઘરે આરામ કરવા જઈ રહ્યા હતા ત્યારે જ અચાનક ભૂકંપના આંચકા અનુભવાયા, તો તેઓ ડરી ગયા અને ઘરેની બહાર નીકળી ગયા હતા. જો કે, આ આંચકો થોડો ગતિનો હતો, તેથી જ ઘણા લોકોને તેનો ખ્યાલ પણ રહ્યો ન હતો.
લોકો આંચકાથી ભયભીત થઈને ઘરોની બહાર આવી ગયા
ઘણી શેરીઓમાં જૂના મકાનોમાં રહેનાર લોકો આંચકાથી ભયભીત થઈને ઘરોની બહાર આવી ગયા હતા. લોકોએ કહ્યું કે, અચાનક તેઓને ભૂકંપના આંચકા અનુભવાયા.
હજૂ સુધીની અપડેટ્સ:
- ભૂકંપ રાત્રે 9: 23 વાગ્યે આવ્યો હતો
- નાલંદાથી 20 કિલોમીટર ઉત્તર પશ્ચિમ એટલે કે પટણા ક્ષેત્રમાં હતું ભૂકંપનું કેન્દ્ર
- 3.5 હતી ભૂકંપની તીવ્રતા