- લાહૌત સ્પીતિ અને મનાલીમાં ભૂકંપનો આંચકો
- બે દિવસમાં ત્રીજી વખત ભૂકંપ આવ્યો
- ભૂકંપનું કેન્દ્ર મનાલીમાં જમીનથી 10 કિમી નીચે હતું.
કુલ્લુ/મનાલી: હિમાચલ પ્રદેશના લાહૌત સ્પીતિ(Lahaul Spiti) અને મનાલી(Manali)માં મંગળવારે સવારે 6.02 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ કોઈ જાનહાનિના અહેવાલ નથી. રિક્ટર સ્કેલ પર ભૂકંપ(Earthquake)ની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. ભૂકંપની તીવ્રતા એટલી હતી કે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
ભૂકંપનું કેન્દ્ર મનાલીમાં હતું
લાહૌલ સ્પીતિ અને મનાલી ઉપરાંત કુલ્લુ અને મંડીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હજુ સુધી કોઈપણ પ્રકારના નુકસાન અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. મળતી માહિતી મુજબ રાજ્યમાં છેલ્લા બે દિવસમાં ત્રીજી વખત ભૂકંપ આવ્યો છે. આ પહેલા સોમવારે શિમલામાં અને તે પહેલા ચંબામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ વખતે ભૂકંપનું કેન્દ્ર મનાલીમાં હતું અને તે જમીનથી 10 કિમી નીચે હતું.
શિમલામાં સોમવારે ઓછી તીવ્રતાનો ભૂકંપનો આંચકો
ઉપરાંત હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં સોમવારે સવારે ઓછી તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા 2.1 માપવામાં આવી હતી. આ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપ સવારે લગભગ 4.08 કલાકે આવ્યો હતો. તે શિમલા જિલ્લામાં પાંચ કિલોમીટરની ઊંડાઈ પર કેન્દ્રિત હતું.
આ પણ વાંચોઃ લાહૌલ-સ્પીતી, રોહતાંગ પાસ પર બરફ વર્ષા થઇ
આ પણ વાંચોઃ કંગનાનું નવું સોપાન: મનાલીમાં શરૂ કરશે કેફે અને રેસ્ટોરન્ટ