ETV Bharat / bharat

અસમ સહિત ઉત્તર-પૂર્વ ભારતમાં ભૂકંપના આંચકા: 6.4ની તીવ્રતા-અનેક બિલ્ડિંગોમાં પડી તિરાડો - ઉત્તર-પૂર્વમાં ભૂકંપના આંચકા

આસામ સહિત પૂર્વોતરમાં ભૂકંપના આંચકા સવારે 7:55 વાગ્યે રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતાના નોંધાયા છે. લોકો પોતાને બચાવા માટે ઘરની બહાર નીકળી ગયા હતા તેમજ આ ભૂકંપથી અનેક બિલ્ડિંગોમાં તિરાડો પડી છે.

ઉત્તર-પૂર્વમાં ભૂકંપના આંચકા
ઉત્તર-પૂર્વમાં ભૂકંપના આંચકા
author img

By

Published : Apr 28, 2021, 9:17 AM IST

Updated : Apr 28, 2021, 10:36 AM IST

  • પૂર્વોતરમાં ભૂકંપના આંચકા અનુભવાયા
  • ભુકંપના ઉપરા-ઉપરી 2 ઝટકા અનુભવ્યા
  • ભૂકંપનું કેન્દ્ર સોનિતપુર
  • લોકો બચવા માટે પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા

આસામ: ગુવાહાટી સહિત પૂર્વોતરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા સવારે 7:55 વાગ્યે રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતા બતાવે છે અને ભૂકંપનું કેન્દ્ર સોનિતપુર બતાવામાં આવી રહ્યું છે. આંચકાઓ અમુક મિનિટો સુધી અનુભવાયા હતા. લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.

ભૂકંપનો પ્રભાવ

ભૂકંપનો પ્રભાવ આસામ સહિત ઉતર બંગાળમાં પણ અનુભવાયો હતો. ગુવાહાટીમાં ઘણી જગ્યાએ વીજળી જતી રહી હતી. ભુકંપના ઉપરા-ઉપરી 2 ઝટકા અનુભવ્યા હતા.આસામના ઘણા ઘરોમાં તિરાડો પડી ગઈ હતી.

લોકોને સજાગ રહેવાની સલાહ આપું છું: સર્બાનંદ સોનોવાલ

આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે કહ્યું કે, આસામમાં ભૂકંપના મોટા આંચકાઓ અનુભવ્યા છે. હું ઇચ્છું છું કે દરેક કાર્યક્ષમ બને, તેમજ લોકોને અન્ય જિલ્લાઓમાંથી અપડેટ લઈ રહ્યો છું અને લોકોને સજાગ રહેવાની સલાહ આપું છું.

અમિત શાહે સોનોવાલ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરવા વાત કરી હતી

આ પણ વાંચો: કચ્છમાં નોંધાયા ભૂકંપના 18થી વધુ ઝટકા, ડબલ ફોલ્ટલાઈન સક્રિય થતા ઉર્જા થઈ રહી છે નિષ્ક્રિય

વડાપ્રધાન મોદીએ આસામના મુખ્યપ્રધાન સાથે વાત કરી

ભૂકંપના ચિત્રો આવ્યા બહાર

ભૂકંપ બાદ આસામથી થયેલા નુકસાનના ચિત્રો બહાર આવવા લાગ્યા છે. રાજ્યના આરોગ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ બે તસવીરો શેર કરી છે, જેનાથી નુકસાનનું મુલ્યાંકન કરી શકીએ.

આ પણ વાંચો: રાજકોટમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ

આસામ સહિત સમગ્ર ઉત્તર-પૂર્વમાં ભૂકંપ પહેલા આંચકાની તીવ્રતા 6.4 હતી. આ પછી ફરીથી બે આંચકા અનુભવાયા. તેમની તીવ્રતા અનુક્રમે 4.3 અને 4.4 હતી.

પશ્ચિમ બંગાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. લોકો દાર્જિલિંગમાં તેમના ઘરોની બહાર આવ્યા હતા.

Last Updated : Apr 28, 2021, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.