- કનાચક વિસ્તારમાં એક ડ્રોનને પાડી દેવામાં આવ્યું
- વિસ્ફોટક સામગ્રી મળી આવી
- સુરક્ષાદળો દ્વારા ડ્રોનને ઠાર કરવામાં આવ્યું
શ્રીનગર: જમ્મુ-કાશ્મીર (jammu kashmir)ના અખનૂર જિલ્લાના કનાચક વિસ્તારમાં એક ડ્રોનને પાડી દેવામાં આવ્યું હતું અને વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. શુક્રવારે જમ્મુના અખનૂર ખાતે સુરક્ષાદળો (defense) દ્વારા ડ્રોનને ઠાર કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, સુરક્ષા અધિકારીઓને ડ્રોનમાંથી વિસ્ફોટક સામગ્રી મળી છે.
બુધવારે એક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું હતું
જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, કનાચક વિસ્તારમાં આજે વહેલી સવારે ડ્રોનને ઠાર કરવામાં આવ્યું હતું. તે પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય બોર્ડર (IB) પર સ્થિત છે. આ પહેલા બુધવારે અહીંના સતવારી વિસ્તારમાં એક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું હતું. એરફોર્સ બેઝ (air force base) પર ડ્રોન એટેક પછી આ 10મી વખત છે જ્યારે શંકાસ્પદ ડ્રોન નજરે આવ્યુ હોઈ.
આ પણ વાંચો: બિકાનેર સરહદે જોવા મળ્યું પાકિસ્તાની ડ્રોન, સુખોઈએ ધ્વસ્ત કર્યુ ડ્રોન