ETV Bharat / bharat

પાંચ વર્ષે એક વાર ઉગતા ડ્રેગનફ્રુટ્સ વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો - ડ્રેગનફ્રુટની ખેતી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ડ્રેગનફ્રુટને કમલમ નામ આપવાની જાહેરાત બાદ આ ફળ ચર્ચાનો વિષય બન્યુ છે. બજારમાં વેચાતા સૌથી મોંધા ફળોમાંથી એક એવા આ ફળને ડ્રેગનફ્રુટનું નામ વર્ષ 1963માં આપવામાં આવ્યુ, કારણ કે તેની છાલ પર પણ ડ્રેગનની ચામડી જેવા કાંટા હોય છે.

ડ્રેગનફ્રુટ
ડ્રેગનફ્રુટ
author img

By

Published : Jan 20, 2021, 5:05 PM IST

Updated : Jan 20, 2021, 6:07 PM IST

  • ડ્રેગનફ્રુટની કિંમત નંગદીઠ 75 રૂપિયાથી શરુ કરીને 300 રૂપિયા સુધી
  • એક હેક્ટર જમીનમાં માત્ર 1100 થી 1350 રોપાઓ લગાવી શકાય
  • માત્ર 100 ગ્રામ ફળમાંથી પ્રાપ્ત થાય છે 260 થી 264 કેલરી ઉર્જા

ન્યૂઝ ડેસ્ક : ડ્રેગનફ્રુટ એ એક કેક્ટસ પ્રજાતીનું અમેરિકન ફળ છે પરંતુ તેની ખેતી ભારત સહિત દક્ષિણ-પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, ચીન, વિયતનામ અને કેરેબિયન દેશોમાં થવા માંડી છે. તેને અલગ-અલગ દેશોમાં પિટાયા, પિટાહાયા તેમજ સ્ટ્રોબેરી પિઅર જેવા નામોથી ઓળખવામાં આવે છે.

કેવી રીતે થાય છે ડ્રેગનફ્રુટની ખેતી?

આ ફળની ખેતી કરવા માટેની પણ એક વિશેષ પદ્ધતિ છે. એક હેક્ટર જેટલી જમીનમાં માત્ર 1100થી 1350 રોપાઓ જ લગાવી શકાય છે, જેના પર પહેલી વાર ફળ આવતા લગભગ પાંચ વર્ષ જેટલો સમય લાગે છે અને તેથી જ આ ફળના ભાવ આસમાને હોય છે. એક વાર ફળ આવી ગયા બાદ રોપની ક્ષમતા અને અનુકૂળ વાતાવરણ અનુસાર વર્ષમાં બેથી ત્રણ વખત ફળ આપે છે. આ ઉપરાંત માત્ર ગરમીની ઋતુમાં જ તેની ખેતી શક્ય છે અને તે 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સહન કરી શકે છે. ઠંડીની ઋતુમાં તેની ખેતી શક્ય નથી.

ડ્રેગનફ્રુટનાં ઉંચા ભાવનું કારણો?

ભારતમાં મોટે ભાગે તેની આયાત કરવામાં આવે છે, તેનાં ઉંચા ભાવનું આ પણ એક કારણ છે. તેની ગુણવત્તા, આકાર અને મિઠાશ મુજબ તેની કિંમત આંકવામાં આવે છે. ડ્રેગનફ્રુટની કિંમત નંગદીઠ 75 રૂપિયાથી 300 રૂપિયા સુધીની હોય શકે છે. અમુક જગ્યાએ આ ફળની કિંમત લગભગ 400 રૂપિયા/KMના ભાવે વેચાય છે.

ડ્રેગનફ્રુટ એટલે ભરપૂર શક્તિનો સ્ત્રોત

આ ફળ ખૂબ જ શક્તિવર્ધક છે, તેનો માત્ર 100 ગ્રામ જેટલા ભાગમાંથી જ કુલ 260થી 264 કેલરી જેટલી ઉર્જા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામીન સી, ડાયેટરી ફાઈબર, સુગર, કાર્બોહાઈડ્રેટ્સ, કેલ્શિયમ અને સોડિયમ પ્રાપ્ત થાય છે. તેના નિયમિત આહારથી શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સનું સમતોલન જળવાય રહે છે.

ડ્રેગનફ્રુટના વિવિધ પ્રકારો અને તેના પ્રાપ્તિસ્થાનો

અમેરિકાના સ્થાનિક લોકોનું આ એક પારંપરિક ફળ છે, ત્યાં સ્ટેનોસેરસ એટલે કે કડવું ડ્રેગનફ્રુટ આરોગવામાં આવે છે. ઉત્તર-પશ્ચિમ મેક્સિકોનાં લોકો દ્વારા પણ કડવા ડ્રેગનફ્રુટની ખેતી કરવામાં આવે છે, પરંતુ વૈશ્વિક સ્તરે તેની મિઠી પ્રજાતી જ વધુ પ્રચલિત છે. તેની કડવી પ્રજાતીને પિટાયા ડૂલ્સે અથવા પાઈપ કેક્ટસ તરીકે પણ ઓળખાય છે. સુગંધી ડ્રેગનફ્રુટ પણ હોય છે, જે હાઈસલોસેરેસ ફ્રુટ તરીકે ઓળખાય છે. બજારમાં વધુ પ્રમાણમાં બહારથી ગુલાબી અને અંદરથી સફેદ ડ્રેગનફ્રુટ જ જોવા મળે છે, પરંતુ વિશ્વમાં લાલ અને પીળા રંગના ડ્રેગનફ્રુટ પણ અસ્તિત્વ ધરાવે છે.

કચ્છ અને નવસારીના ખેડૂતો કહે છે કમલમ

મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાત વન વિભાગને ડ્રેગનફ્રુટનું નામ બદલીને કમલમ કરવાની અરજી કરી છે, તેનું કારણ એવું બતાવવામાં આવી રહ્યું છે કે, ડ્રેગન શબ્દ ચીન સાથે જોડાયેલો છે. આ સાથે જ આ ફળનો બાહ્ય આકાર કમળ જેવો દેખાય છે, જે કારણે કમળનાં સંસ્કૃત શબ્દ પરથી તેનું નામ કમલમ રાખવામાં આવે. ગુજરાતના કચ્છ અને નવસારીમાં તેની ખેતી થાય છે અને ગુજરાતી ખેડૂતો તેને કમળનાં નામથી ઓળખે છે અને એટલે જ તેનું નામ બદલવાની અરજી કરવામાં આવી છે.

Last Updated : Jan 20, 2021, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.