- આખરે 2 વર્ષ પછી સોના-ચાંદીના વેપારીઓને આ વર્ષે દિવાળી પર ખૂબ જ સારો ફાયદો થયો
- આ વર્ષે દિવાળી પર 1.25 લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો છે
- ગ્રાહકો ખરીદી કરવા બજારમાં ઉમટ્યા હોવાથી 1.25 લાખ કરોડ રૂપિયાનો વેપાર કરવામાં મદદ મળી: CAIT
નવી દિલ્હીઃ દિવાળી પર આ વર્ષે 1.25 લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો છે, જે છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ છે. આવું કહેવું છે કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)નું. CAITએ કહ્યું હતું કે, લોકો તહેવારો પર ખરીદી કરવા માટે બજારમાં ઉમટી પડ્યા હતા, જેના કારણે 1.25 લાખ કરોડ રૂપિયાનો વેપાર કરવામાં મદદ મળી હતી, જે દિવાળીના પ્રસંગે છેલ્લા 10 વર્ષમાં એક રેકોર્ડબ્રેક વેપારનો આંકડો (Record break Sale) છે. CAIT લગભગ 7 કરોડ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરે છે.
આ પણ વાંચો- Stock Market : શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ તેજીના આશાવાદ સાથે થયા, સેન્સેક્સ 295 પોઈન્ટ વધ્યો
2 વર્ષથી ચાલી રહેલી આર્થિક મંદી પર લાગ્યું પૂર્ણવિરામ
CAITએ કહ્યું હતું કે, આ પ્રકારની ભારી ખરીદીએ વેપારમાં છેલ્લા 2 વર્ષમાં ચાલી રહેલી આર્થિક મંદીને પૂર્ણ કરી દીધી છે. આનાથી નજીકના ભવિષ્યમાં વેપારી સમુદાયની વચ્ચે સારા વ્યવસાયની સંભાવનાઓની આશા જગાડી છે. CAITએ કહ્યું હતું કે, દિવાળીના જબરદસ્ત વેપારથી ઉત્સાહિત દેશભરના વેપારીઓ હવે 14 નવેમ્બરે શરૂ થનારી લગ્નની સિઝનની તૈયારી કરી રહ્યા છે.
આ વર્ષે સમગ્ર દેશમાં 1.25 લાખ કરોડ રૂપિયાનું અંદાજિત ટર્નઓવર છે
CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયા અને મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે, આ વર્ષે દિવાળીના તહેવારમાં સમગ્ર દેશમાં 1.25 લાખ કરોડ રૂપિયાનું અંદાજિત ટર્નઓવર છે, જે છેલ્લા 1 દાયકામાં અત્યાર સુધીનો રેકોર્ડ આંકડો છે. ફક્ત દિલ્હીમાં આ વેપાર લગભગ 25,000 કરોડ રૂપિયાનો હતો.
આ પણ વાંચો- ધનતેરસ પર સોના-ચાંદીના બજારમાં ફરી આવી તેજી, 7,500 કરોડ રૂપિયાનું થયું વેચાણ
ચીનને લાગ્યો 50,000 કરોડ રૂપિયાનો ઝટકો
ભરતિયા અને ખંડેલવાલે કહ્યું હતું કે, આ વખતે દેશભરના બજારોમાં ચીની સામાન નથી વેંચાયો અને ગ્રાહકોનો વિશેષ ભાર ભારતીય સામાનની ખરીદી પર રહ્યો હતો, જેના કારણે ચીનને 50,000 કરોડ રૂપિયાથી વધુના વેપારનું સીધું નુકસાન થયું છે. દિવાળી તહેવારની પરંપરાગત વસ્તુઓમાં માટીના દિવડા, રંગીન શણગાર, મીણબત્તીઓ અને પેપરછાપ લેમ્પની વિશેષ માગ રહી હતી, જેને નાના કુંભારો, શિલ્પકારો, હસ્તશિલ્પીઓને પર્યાપ્ત વ્યવસાય કરાવ્યો હતો. અન્ય ઉત્પાદન જે ભારી માગમાં હતી તેમાં મીઠાઈ, સુકા મેવા, જૂતા, ઘડીયાળ, રમતો, ગૃહ શણગાર અને ફેશનના કપડા સામેલ હતા.