નવી દિલ્હીઃ 21 ફેબ્રુઆરીએ તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. (Delhi High Court on Maritial Rape) સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, તે તમામ રાજ્યો અને સંબંધિત પક્ષકારો સાથે સલાહ લઈ રહી છે. કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ મામલે સુનાવણી (Maritial Rape Case Hearing) મોકૂફ રાખવાની માંગ કરી હતી. કારણ કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો અને સંબંધિત પક્ષો સાથે પરામર્શ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્રએ તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને રાષ્ટ્રીય મહિલા આયોગને પત્ર લખીને આ મામલે પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દરેક મહિલાની ગરિમા, સ્વતંત્રતા અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો: Telangana Rape Murder: તેલંગાણામાં મહિલા બેભાન થઈ ગયા છતા ફરી તેના પર દુષ્કર્મ આચરી પતાવી દીધી
આ બાબતમાં માત્ર બંધારણીય પ્રશ્ન જ નથી પરંતુ, તેના દૂરગામી પરિણામો આવશે. મહેતાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારનું સ્ટેન્ડ નથી કે ભારતીય દંડ સંહિતાની કલમ 375ના અપવાદ 2ને દૂર કરવામાં આવે અથવા રાખવામાં આવે. કેન્દ્ર સરકાર સંબંધિત પક્ષો સાથે ચર્ચા કર્યા પછી જ પોતાનું વલણ નક્કી કરશે. તેના પર કોર્ટે કહ્યું હતું કે, આ મામલે બે જ રસ્તા છે. પ્રથમ કે ન્યાયિક નિર્ણય અને બીજું વિધાનસભાની દરમિયાનગીરી. આ જ કારણ છે કે, કોર્ટ કેન્દ્રનું સ્ટેન્ડ જાણવા માંગે છે.
આ પણ વાંચો: Love Horoscope:આ રાશિના લોકોમાં આજે પ્રેમીઓના મનમાં કોઈ વાતનો ડર રહેશે
4 ફેબ્રુઆરીએ સુનાવણી દરમિયાન, અરજદારોમાંના એક વકીલ કોલિન ગોન્સાલ્વિસે વૈવાહિક દુષ્કર્મને ગુનો બનાવવાની માંગ કરી હતી. ગોન્સાલ્વિસે બ્રિટનના લો કમિશન (Britain law commission)ને ટાંકીને વૈવાહિક દુષ્કર્મને ગુનો બનાવવાની માંગ કરી હતી. સુનાવણી દરમિયાન ગોન્સાલ્વિસે કહ્યું કે, પતિ-પત્નીમાંથી કોઈ એક પર સેક્સની ઈચ્છા લાદી શકાય નહીં. તેણે કહ્યું હતું કે કોર્ટ દ્વારા પણ સેક્સ કરવાનો અધિકાર આપી શકાય નહીં. બ્રિટનના કાયદા પંચની ભલામણોનો ઉલ્લેખ કરતા ગોન્સાલ્વેસે કહ્યું કે પતિને પત્ની પર પોતાની મરજી થોપવાનો કોઈ અધિકાર નથી. તેણે કહ્યું હતું કે જો પતિ તેની પત્ની સાથે બળજબરીથી સેક્સ કરે છે, તો તે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા દુષ્કર્મ કરતાં વધુ પરેશાન કરે છે.