ETV Bharat / bharat

"ડાયાબિટીસ" બીમારીઓમાં નવો ટ્રેન્ડ બની રહ્યો છે...

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા અનુસાર, છેલ્લા થોડા વર્ષોમાં ડાયાબિટીસના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. વર્ષ 1980માં આ આંકડો 108 મિલિયન હતો. જે વર્ષ 2014માં વધીને 422 મિલિયન થઈ ચૂક્યો છે. જો ફક્ત ભારતની વાત કરવામાં આવે તો આંકડા અનુસાર, લગભગ 70 મિલિયનથી પણ વધારે લોકોને ડાયાબિટીસ છે, જેમાં બાળકો અને મોટા બંને સામેલ છે. આ જોતા એ કહેવું ખોટું નહીં હોય કે નવી પેઢીમાં ડાયાબિટીસ એક ટ્રેન્ડની જેમ વધી રહ્યો છે. ડાયાબિટીસથી બચવા માટે શું કરવું, ડાયાબિટીસ વધવાના કારણો જેવી વિવિધ બાબતો જાણવા વાંચો અહેવાલ....

"ડાયાબિટીસ" બીમારીઓમાં નવો ટ્રેન્ડ બની રહ્યો છે...
"ડાયાબિટીસ" બીમારીઓમાં નવો ટ્રેન્ડ બની રહ્યો છે...
author img

By

Published : Dec 14, 2020, 4:08 PM IST

  • ભારત દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા 77 મિલિયન થઈ
  • દરેક વર્ગમાં ડાયાબિટીસનું પ્રમાણ વધ્યું, બાળકો માટૈ સૌથી જોખમી
  • 1980થી લઈ 2014 સુધી ડાયાબિટીસના દર્દી 314 મિલિયન વધ્યા

ન્યૂઝ ડેસ્કઃ મોટા વડીલોની બીમારી કહેવાતું ડાયાબિટીસ હવે ઉંમર અને વર્ગ નથી જોઈ રહ્યો. હવે તો દરેક ઉંમર દરેક વર્ગના લોકોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે. આંકડાઓનું માનીએ તો આપણા દેશ ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ડાયાબિટીસના સૌથી વધારે 4 લાખ દર્દી છે. જોકે અંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં આ આંકડા સૌથી ઓછા એટલે કે માત્ર 200 જ છે, પરંતુ દેશમાં સંયુક્ત રૂપથી ડાયાબિટીસના આંકડામાં સતત થતો વધારો એ એક ચિંતાનો વિષય છે. ટાઈપ 1 હોય કે ટાઈપ 2, ડાયાબિટીસના વધતા મામલાને જોઈને તેને મહામારીથી ઓછું ન આંકી શકાય.

બાળકોમાં ડાયાબિટીસનું પ્રમાણ પણ હવે વધી રહ્યું છે અને આના કારણો જાણવા માટે ETV Bharat સુખીભવઃ ટીમે હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલના એફસીપી વિભાગના એમડી, ફિઝિશિયન તથા ડાયબિટોલોજિસ્ટ ડો. દિલીપ નંદામૂરી સાથે વાત કરી હતી.

ડાયાબિટીસમાં વધારો થવાના કારણોઃ

  • ડાયાબિટીસ થવા માટે એક કારણને જવાબદાર ન માની શકાય. ડો. દિલીપે જણાવ્યું, આ રોગ થવાથી અને વધવાની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે, જે આપણા સ્વાસ્થ્ય અને જીવનશૈલી બંનેથી જોડાયેલા છે.
  • જંક ફૂડ કે ફાસ્ટ ફૂડનું સેવન એ ડાયાબિટીસના જોખમને ઘણું વધારી દે છે. કારણ કે, તેમાં ખાંડ અને સેચ્યૂરેટેડ ફેટ વધારે પ્રમાણમાં હોય છે. જે ફ્કત ડાયાબિટીસ નહીં પરંતુ મેદસ્વીપણાના જોખમને પણ વધારે છે.
  • ઘણી વાર આળસ અને તણાવયુક્ત જીવનશૈલી કે જેમાં શિસ્ત અને વ્યાયામનો અભાય હોય તો તે પણ ડાયાબિટીસનું એક મહત્ત્વનું કારણ બની જાય છે.
  • જો પરિવારમાં ડાયાબિટીસનો ઈતિહાસ હોય એટલે કે પરિવારમાં પેઢી દર પેઢી કોઈને કોઈને ડાયાબિટીસનો રોગ હોય તો પણ આ બીમારી થઈ શકે છે.

બાળકોમાં ડાયાબિટીસ

  • બાળકોમાં વધતા ડાયાબિટીસના કેસ વિશે ડો. દિલીપે જણાવ્યું, અત્યાર સુધી બાળકોમાં મોટા ભાગે ટાઈપ 1 ડાયાબિટીસ જોવા મળી રહી છે, જેનું મુખ્ય કારણ કોઈ પ્રકારનું સંક્રમણ અથવા બીમારી અને તેના પરિણામ સ્વરૂપ પેંકરિયાસ સેલ તથા ઈંસુલિનના ઉત્પાદન પર અસર થાય છે, પરંતુ છેલ્લા થોડા સમયથી બાળકોમાં ટાઈપ 2 ડાયાબિટીસના મામલામાં ઘણો વધારો થઈ રહ્યો છે, જેનું મુખ્ય કારણ ફાસ્ટ લાઈફ અને ફાસ્ટ ફૂડ એટલે કે અસ્તવ્યસ્ત જીવનશૈલી અને ખાવા પીવાના અસંતુલિત અને અસ્વસ્થ આદતો છે. આ ઉપરાંત બાળકો દોડવા ભાગવાવાળી રમતની જગ્યાએ એક જ જગ્યા પર બેસીને કમ્પ્યૂટર કે મોબાઈલમાં રમવાનું વધારે પસંદ કરે છે. એટલે વ્યાયામ થતો નથી. આ તમામ આદતો ટાઈપ 2 ડાયાબિટીસનું કારણ છે.

જીવન પર ભારી પણ પડી શકે છે ડાયાબિટીસ

ડો. દિલીપ જણાવે છે કે, ધ્યાન ન આપીએ તો ડાયાબિટીસ ખૂબ જ જોખમકારક સાબિત થાય છે. આ બીમારીની ગંભીરતાના આધાર પર આને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે અને માઈક્રો વેસકુલર તથા મેકરોંવેસકુમલર.

માઈક્રોવેસકુલર સમસ્યા

  • ડાયાબિટીસ રેટિનોપેથી એટલે કે દૃષ્ટિ સંબંધિત સમસ્યા
  • નેપરોપેથિ એટલે કે કિડની સંબંધિત સમસ્યાઓ
  • ન્યૂરોપેથિ સમસ્યાઓ એટલે કે તંત્રિકાઓ સંબંધી સમસ્યા

મેક્રોવેસકુલર સમસ્યા

  • ઈસમેકિક હૃદય રોગ
  • હાર્ટ એટેક/સ્ટ્રોક
  • પરિધીય સંવાહિની રોગ એટલે પેરિફેરલ વેસકુલર ડિસીઝ
  • સેરેબરલવેસકુલર રોગ

ધ્યાન આપવા લાયક બાબતોઃ

  • જે પણ વ્યક્તિને ડાયાબિટીસ થાય તેણે ખૂબ જ સાવધાની રાખવી પડતી હોય છે. કોઈ પણ અવસ્થામાં તેમનું વજન નિર્ધારિત વજનથી ઓછું ન થવું જોઈએ, જે માટે વિશેષ ડાયટ ચાર્ટનું પાલન કરવું આવશ્યક છે. જો વજન સંતુલિત રહે તો ઈન્સુલિન અને દવાઓ વગર માત્ર ભોજન પર નિયંત્રણ રાખા ડાયાબિટીસને કન્ટ્રોલમાં રાખી શકાય છે.
  • વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે ડબ્લ્યૂએચઓ અનુસાર, સાધારણ જીવનશૈલી અને ભોજનની આદતો ટાઈપ 2 ડાયાબિટીસના જોખમને ઘણી હદ સુધી સમાપ્ત કરી દે છે. ટાઈપ 2 ડાયાબિટીસથી બચવા માટે આ બાબતો ધ્યાનમાં રાખી શકાય છે.
  • બીએમઆઈને સંતુલિત રાખો
  • શારીરિક રીતે સક્રિય રહો, પ્રતિદિવસ ઓછામાં ઓછી 30 મિનીટ વ્યાયામ કરો
  • ખાંડ અને સેચ્યૂરેટેડ ફેટથી અંતર જાળવો
  • પોષક, સાદા તથા તાજુ જ ભોજન જમો
  • તમાકુ અને અન્ય નશીલા પદાર્થોનું સેવન ન કરો

રોગથી બચવું છે તો સમય પહેલા સાવચેત થઈ જાઓ

દરેક ઉંમરમાં ડાયાબિટીસના મામલામાં વધારો એ જોખમનું સૂચક છે, જે ખાવાપીવા અને જીવનશૈલીમાં અતંસુલનના કારણે વધે છે. આ માટે જરૂરી છે કે સમયસર સ્વસ્થ આદતોને સ્વીકારવામાં આવે તથા શિસ્ત જીવનશૈલીનું પાલન કરવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.