ETV Bharat / bharat

Dhanteras 2021: આખરે કેવી રીતે થયો ભગવાન ધન્વંતરિનો જન્મ - ધનતેરસ 2021

ધનતેરસના (Dhanteras) દિવસે ભગવાન ધન્વંતરિની (God dhanwantari) પૂજા કરવામાં આવે છે, જેનું વિશેષ મહત્વ છે. આ દિવસે પીળી ધાતુ ખરીદવાનું પણ વિધાન છે.

Dhanteras 2021: આખરે કેવી રીતે થયો ભગવાન ધન્વંતરિનો જન્મ

author img

By

Published : Nov 2, 2021, 3:00 AM IST

  • ધનતેરસે લક્ષ્મીજી સહિત ધન્વંતરિના પૂજનનું વિધાન
  • આ દિવસે આરોગ્યના દાતા ભગવાન ધન્વંતરિની કરાય છે વિશેષ પૂજા
  • દેવતાઓના ચિકિત્સક ભગવાન ધન્વંતરિ વિશેના કથાનકો જાણો

રાયપુરઃ દીપાવલિના (Dipawali) બે દિવસ પહેલા ધનતેરસનો (Dhanteras) તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરિની વિશેષ પૂજા કરવામાં આવે છે. ધન્વંતરિને આયુર્વેદના પ્રણેતા અને દેવતાઓના ચિકિત્સક માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુના 24 અવતારમાંથી 12મો અવતાર ભગવાન ધન્વંતરિનો હતો.

આવો આજે અમે તમને ભગવાન ધન્વંતરિની (God dhanwantari) ઉત્પત્તિ વિશે જણાવીએ છીએ. તેની સાથે અમે તમને જણાવીશું કે ધનતેરસના દિવસે ધન્વંતરિની પૂજા શા માટે કરવામાં આવે છે.

આ માટે ધનતેરસે થાય છે પીળી ધાતુની ખરીદી

એવું કહેવાય છે કે ધન્વંતરિનો (God dhanwantari) જન્મ ધનતેરસના દિવસે થયો હતો. તેથી આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે ધન્વંતરિની ઉત્પત્તિ સમયે તેમનો જન્મ હાથમાં અમૃતથી ભરેલો કલશ લઈને થયો હતો. તેથી ધનતેરસના દિવસે પીળા પાત્ર કે પીળી ધાતુ ખરીદવાની પરંપરા છે.

ધન્વંતરિની ઉત્પત્તિ કેવી રીતે થઈ

શાસ્ત્રો અનુસાર ભગવાન ધનવંતરિની ઉત્પત્તિ સમુદ્ર મંથનથી થઈ હતી. તે અમૃતનો કલશ લઈને સમુદ્રમાંથી બહાર આવ્યાં હતાં, જેના માટે દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ થયું હતું. જો કે, એક કહેવત એવી પણ છે કે કાશીના રાજવંશમાં ધન્વ નામના રાજાએ અજ્જદેવને તેમની પૂજા કરીને પ્રસન્ન કર્યા હતાં. તેમને વરદાન સ્વરૂપે ધન્વંતરિ નામનો પુત્ર મળ્યો. જેનો બ્રહ્મા પુરાણ અને વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે. ત્યાં એવું પણ માનવામાં આવે છે કે સમુદ્ર મંથનમાંથી જન્મેલા ધન્વંતરિનો બીજો જન્મ હતો.

આ રીતે ધન્વંતરિનો ત્રીજો જન્મ થયો

તો એવું પણ કહેવાય છે કે જ્યારે ગાલવ ઋષિ તરસના કારણે જંગલમાં ભટકતા હતાં. તો ક્યાંકથી ઘડામાં પાણી લઈ જતી વીરભદ્રા નામની યુવતીએ પાણી પીવડાવી તરસ છીપાવી. તેનાથી પ્રસન્ન થઈને ગાલવ ઋષિએ તેને આશીર્વાદ આપ્યા કે તમે એક લાયક પુત્રની માતા બનશો. પરંતુ જ્યારે વીરભદ્રાએ કહ્યું કે તે વેશ્યા છે, ત્યારે ઋષિ તેને આશ્રમમાં લઈ ગયાં અને કુશનું પુષ્પાકૃતિ બનાવીને તેના ખોળામાં બેસાડી વેદમંત્રોથી અમિમંત્રિત કરીને તેની પ્રતિષ્ઠા કરી અને તે જ ધન્વંતરિ (God dhanwantari) કહેવાયાં.

આયુર્વેદના જનક ધન્વંતરિ

ભગવાન ધનવંતરિ વૈદ્યને આયુર્વેદના જનક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેમણે વિશ્વની વનસ્પતિનો અભ્યાસ કર્યો અને તેના સારા અને ખરાબ ગુણો જાહેર કર્યાં. ધન્વંતરિના હજારો ગ્રંથોમાંથી હવે માત્ર ધન્વંતરિ સંહિતા જ જોવા મળે છે, જે આયુર્વેદનો મૂળ ગ્રંથ છે. આયુર્વેદના આદિ આચાર્ય સુશ્રુત મુનિએ ધનવંતરિ (God dhanwantari) પાસેથી આ શાસ્ત્રનો ઉપદેશ મેળવ્યો હતો. પાછળથી ચરક ઋષિઓેએ આ પરંપરાને આગળ ધપાવી હતી.

આ પણ વાંચોઃ માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનમાંથી ઉદભવ્યા હતા: ધનતેરસ પર કાંસાના વાસણો ખરીદવાનું પૌરાણિક કારણ

આ પણ વાંચોઃ જાણો શું છે કામધેનુ ગાયનું મહત્વ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.