ETV Bharat / bharat

ટ્રેઈની પાયલટને અજમાવવો એર વિસ્તારાને રૂપિયા 10 લાખમાં પડ્યો,જાણો કેવી રીતે - ઈન્દોર એરપોર્ટ

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએનશન (DGCA) છેલ્લા થોડા દિવસોથી જુદી જુદી કંપનીઓની ફ્લાઈટ સર્વિસ (Flight Service Operation) પર બાજ નજર રાખી રહી છે. પહેલા ઈન્ડિયો પછી સ્પાઈસજેટ અને હવે એર વિસ્તારા (Air Vistara Fine) સામે પગલાં ભર્યા છે. DGCAએ એર વિસ્તારાને રૂપિયા 10 લાખનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં એક ટ્રેઈની પાયલટને અજમાવવો એર વિસ્તારાને રૂપિયા 10 લાખમાં પડ્યો છે.

ટ્રેઈની પાઈલયને અજમાવવો એર વિસ્તારાને રૂપિયા 10 લાખમાં પડ્યો,જાણો કેવી રીતે

author img

By

Published : Jun 2, 2022, 4:11 PM IST

નવી દિલ્હી: સિવિલ એવિએશન (DGCA) છેલ્લા થોડા દિવસોથી વૉચડોગની ભૂમિકામાં આવી ગયું છે. DGCAએ એર વિસ્તારાને (Air Vistara Fine) રૂપિયા 10 લાખનો દંડ ફટકાર્યો છે. આ પાછળનું કારણ એ છે કે, એર વિસ્તારાએ સુરક્ષા અંગેના નિયમોનો ભંગ (violating safety regulations) કર્યો હતો. એક વિસ્તારાએ એક ફ્લાઈટમાં સમગ્ર એરક્રાફટની જવાબદારી ટ્રેઈની પાયલટને આપી દીધી હતી. આ ટ્રેઈની પાયલટે પેસેન્જરથી ભરેલું એરક્રાફ્ટ ઈન્દોર એરપોર્ટ (Indore airport Madhya Pradesh) પર લેન્ડ કર્યું હતું. બોર્ડ પ્રોસિજર (Devi Ahilya Bai Holkar Airport) પણ પૂરી કરી નાંખી હતી.

આ પણ વાંચો: એર ઈન્ડિયાએ વૃદ્ધો માટે કરી મહત્વની જાહેરાત

શું કહે છે ઓથોરિટી: સુરક્ષાના મુદ્દે થયેલી આ ભૂલ બદલ ફ્લાઈટને રૂપિયા દસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ટેકઓફ અને લેન્ડિગ અંગેના નિયમોના ભંગ બદલ આ ફટકો પડ્યો છે. પાયલટને આ અંગેની કોઈ તાલિમ આપ્યા વગર મોકલી દેવાયો હતો. જાણ ખાતર ફ્લાઈટ ટેકઓફ અને લેન્ડિગ અંગે ક્લિયરન્સ માટેના ચોક્કસ નિયમ હોય છે. જે દરેક એરલાઈન્સે ફરજિયાત અનુસરવાના હોય છે. એર વિસ્તારા એ ચૂકી ગઈ હતી. ઓથોરિટીએ જણાવ્યું હતું કે, આ એક ગંભીર કહી શકાય એ પ્રકારની ફ્લાઈટ કંપનીની ભૂલ છે. આને કારણે પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકાયા હતા. નિયમ અનુસાર ટ્રેઈની પાયલટ આવું ન કરી શકે.

આ પણ વાંચો: એરલાઇન્સ એરોબ્રિજનો ઉપયોગ નહીં કરે તો શું થશે? જાણો વિગતે...

શું છે નિયમ: સિમ્યુલેટર વિમાનને લેન્ડ કરાવવા માટે જે તે પાયલટ માટે એક ટ્રેનિંગ સેશન હોય છે. જેમાં એક વિમાનનું મોડલ હોય એના પર પ્રયોગ કરવામાં આવે છે. જેથી ઓરિજિનલ વિમાન જેમાં પ્રવાસીઓ બેઠેલા હોય છે એમાં કોઈ ભૂલ ન થાય. સિમ્યુલેટર મોડલમાં એમની તાલિમ પૂર્ણ થાય છે. એરક્રાફ્ટને ફર્સ્ટ ઓફિસર દ્વારા કેપ્ટન વગર અથવા સિમ્યુલેટરમાં ટ્રેનિંગ પાસ કર્યા વગર લેન્ડ કરાવી દેવાયું હતું. જે એવિએશનના નિયમની વિરૂદ્ધ છે. આનાથી બોર્ડ સ્ટાફ તથા પ્રવાસીઓનું જોખમ વધી શકે છે. આ માટે એર વિસ્તારા પર રૂપિયા 10 લાખનો દંડ કરાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.