ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ ફરી સત્તાનો તાજ સંભાળશે, 7 વાગે લેશે મુખ્યપ્રધાન પદની શપથ - ફડણવીસ ફરી સત્તાનો તાજ સંભાળશે

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલ રાજકીય ઘમાસાણ હવે થંભી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ થઈ ગઈ છે. શિવસેનાના બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદે આજે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે, દેવેન્દ્ર ફડણવીસ આજે જ 7 વાગે શપથ લઈ (Devendra Fadnavis to take oath) રહ્યા છે.

DEVENDRA FADNAVIS OATH AS CM AND EKNATH SHINDE AS DEPUTY CM Maharashtra Political Crisis

author img

By

Published : Jun 30, 2022, 4:19 PM IST

Updated : Jun 30, 2022, 4:33 PM IST

મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન (Devendra Fadnavis Maharashtra CM) તરીકે અન્ય ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનઓ સાથે તેલંગાણામાં યોજાનારી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપી શકે છે. એકનાથ શિંદે બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસને તેમના નિવાસસ્થાને મળ્યા, ત્યારબાદ બંને નેતાઓ રાજ્યપાલને મળવા ગયા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફડણવીસ ગુરુવારે સાંજે જ એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોના સમર્થનથી શપથ (Devendra Fadnavis to take oath) લઈ શકે છે.

  • Mumbai: Eknath Shinde & BJP leader Devendra Fadnavis meet Maharashtra Governor Bhagat Singh Koshyari & stake claim to form the government pic.twitter.com/MgR26cm2dC

    — ANI (@ANI) June 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: Kerla anthrax virus: હવે કેરળના જંગલોમાં એન્થ્રેક્સ ફાટી નીકળતા ભયનો માહોલ

બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક 2 અને 3 જુલાઈના રોજ હૈદરાબાદ, તેલંગાણામાં યોજાવા જઈ રહી છે. બીજેપી આ વખતે તેલંગાણામાં રાષ્ટ્રીય કાર્યકારિણીની આ બેઠક યોજી રહી છે, ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં પાર્ટીના સમર્થન આધારને વિસ્તારવાના ઉદ્દેશ્ય સાથે બુધવારે રાત્રે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપીને રાજ્યમાં ભાજપની સરકાર બનાવવાનો માર્ગ સાફ કરી દીધો છે.

આ પણ વાંચો: Udaipur horror: 30 માર્ચે જયપુરમાં સીરીયલ બ્લાસ્ટ કરવાના હતા કન્હૈયા લાલના હત્યારા

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિત પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણીના તમામ સભ્યોએ હાજરી આપી. આ બે દિવસીય બેઠક દરમિયાન ભાજપની કામગીરી અને સિદ્ધિઓને લઈ બેઠક યોજી હતી. મોદી સરકાર લોકો સુધી અને દેશભરમાં ફેલાયેલી છે.

Last Updated : Jun 30, 2022, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.