કર્ણાટક : નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધાના એક દિવસ પછી, ડીકે શિવકુમારે રવિવારે કહ્યું કે તેઓ પાર્ટીની પ્રચંડ જીત પછી પણ ખુશ નથી. તેમનું આગામી લક્ષ્ય આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પર છે. બેંગલુરુમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું કે અમને વિધાનસભા ચૂંટણીમાં 135થી વધુ સીટો મળી છે પરંતુ તેઓ તેનાથી ખુશ નથી. તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને કહ્યું કે મારા કે સિદ્ધારમૈયાના ઘરે ન આવો. અમારું આગામી લક્ષ્ય લોકસભા ચૂંટણી છે અને આપણે સારી રીતે લડવું જોઈએ.
Karnataka News: ડીકે શિવકુમાર કર્ણાટક વિધાનસભાના પરિસરમાં પ્રવેશતા પહેલા ટેકવ્યું માથું
Karnataka News: સિદ્ધારમૈયા અને શિવકુમાર કેબિનેટની રચનાને લઈને હાઈકમાન્ડ સાથે કરશે મંથન
ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી: અગાઉના દિવસે, કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ ડેપ્યુટી સીએમ શિવકુમાર સાથે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમની 32મી પુણ્યતિથિએ બેંગલુરુમાં કોંગ્રેસના રાજ્ય કાર્યાલયમાં શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસર પર કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈનું પણ આતંકવાદને કારણે મોત થયું નથી પરંતુ તેઓ કહેતા રહે છે કે કોંગ્રેસ આતંકવાદને સમર્થન આપે છે.
આગામી લક્ષ્ય લોકસભાની ચૂંટણી જીતવાનું : મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું કે પીએમ મોદી આતંકવાદની વાત કરે છે. આતંકવાદને કારણે ભાજપમાંથી કોઈએ જીવ ગુમાવ્યો નથી. ભાજપ કહે છે કે અમે આતંકવાદને સમર્થન આપીએ છીએ પરંતુ ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જેવા કોંગ્રેસના ઘણા નેતાઓ આતંકવાદી હુમલામાં માર્યા ગયા છે. શનિવારે, સિદ્ધારમૈયાએ 2023ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની પ્રચંડ જીત બાદ ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને અન્ય આઠ ધારાસભ્યો સાથે બીજી વખત કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા.