ETV Bharat / bharat

દિલ્હીમાં નહીં લાગે લોકડાઉનઃ સતેન્દ્ર જૈન - દિલ્હીમાં કોરોનાની કુલ સંખ્યા

દિલ્હીમાં ઝડપી વધી રહેલા કોરોના વચ્ચે રાજધાનીમાં લોકડાઉનની સંભાવનાઓને દિલ્હીના આરોગ્ય પ્રધાન સતેન્દ્ર જૈને ફગાવી છે. તેમણે કહ્યું કે, લોકડાઉન એ કોઈ સમાધાન નથી. અગાઉ નિષ્ણાતોએ કહ્યું હતું કે વાઈરસના ફેલાવાને રોકવા માટે તેનો અમલ કરવામાં આવ્યો હતો. હાલની પરિસ્થિતિમાં આવું કોઈ આયોજન નથી.

satyendar jain
satyendar jain
author img

By

Published : Mar 27, 2021, 7:09 PM IST

  • દિલ્હીના આરોગ્ય પ્રધાને કરી સ્પષ્ટતા
  • રાજધાનીમાં નહીં લાગે લોકડાઉન
  • બેડની સંપૂર્ણ વ્યવસ્થા

નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. જો કે, આને કારણે રાજધાનીમાં લોકડાઉન થવાની શક્યતાને આરોગ્ય પ્રધાન સતેન્દ્ર જૈન દ્વારા નકારી કાઢવામાં આવી છે. જૈન કહે છે કે લોકડાઉન એ કોઈ સમાધાન નથી. અગાઉ નિષ્ણાતોએ કહ્યું હતું કે વાઈરસના ફેલાવાને રોકવા માટે તેનો અમલ કરવામાં આવ્યો હતો. હાલની પરિસ્થિતિમાં આવું કોઈ આયોજન નથી.

આ પણ વાંચોઃ દિલ્હીમાં ફરી લોકડાઉનની કોઇ યોજના નથી : કેજરીવાલ

જૈને કહ્યું કે પહેલાં લોકડાઉન કરીને જોવામાં આવ્યું હતું. જેની પાછળ એક તર્ક હતો. તે સમયે આ વાઈરસ કેવી રીતે ફેલાય તે કોઈને ખબર નહોતી. તે પછી એવું કહેવામાં આવતું હતું કે ચેપ લાગવાથી માંડીને અંત સુધી 14 દિવસનું ચક્ર છે. પછી નિષ્ણાતે કહ્યું કે જો 21 દિવસ સુધી સમગ્ર લોક કરી દેવામાં આવે તો, વાઈરસ ફેલાવાવો બંધ થશે. આમ છતાં લોકડાઉન સતત વધતું રહ્યું, પરંતુ કોરોના સંપૂર્ણ ખત્મ થયો નથી.

દિલ્હીમાં કોરોનાની સ્થિતિ

તેમણે જણાવ્યું હતું કે દિલ્હીમાં ગત દિવસોમાં 1,534 પોઝિટિવ કેસ હતા, જે 1.8 ટકા પોઝિટિવિટી છે. અત્યારે જે પોઝિટિવિટી છે તે લગભગ ઘણા દિવસથી પોંણા 2 ટકા ચાલી રહી છે. અગાઉ જે કેસો ઓછા હતા તે બાદ ટેસ્ટિંગમાં વધારો કર્યો છે. હવે રોજના 80-90 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. દેશના સરેરાસ ટેસ્ટિંગ કરતા 5 ગણા વધુ ટેસ્ટ અમે રહી રહ્યા છીંએ. કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ રહ્યા કરી રહ્યા છીએ, એક-એક ટેસ્ટ જે પોઝિટિવ આવી રહ્યા છે તેમાં 30 લોકોનો કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી રહ્યા છીંએ.

આ પણ વાંચોઃ દિલ્હીમાં ફરીવાર લોકડાઉન જાહેર કરવાની માગ કરતી અરજી હાઈકોર્ટમાં રદ

ખાનગી અને સરકારી હોસ્પિટલોને શું સૂચના આપવામાં આવી છે

જૈને કહ્યું કે હોસ્પિટલમાં પર્યાપ્ત બેડ છે. હાલમાં 20 ટકા બેડ ઉપયોગમાં લેવામાં આવી રહ્યાં છે અને 80 ટકા બેડ ખાલી છે. આને જોતા બેડ વધુ ભરાશે તો બેડ વધારવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હાલમાં 500 બેડ છે અને એમાં માત્ર 20-25 બેડ રિઝર્વ છે. આવી જ રીતે, LNJPમાં 300 બેડ અને તમામ ICU છે. રાજીવ ગાંધીના 500 બેડમાંથી 300 બેડ ICU છે. મોટી સંખ્યામાં ICU બેડ મુકવામાં આવ્યા છે. આ અગાઉ પણ બેડની અછત અમે ક્યારેય થવા દીધી નથી. જે દિવસે 8,600 કેસ આવ્યા હતા, તે દિવસે દિલ્હીમાં 18,500 બેડ હતા. જેમાંથી 8,500 બેડ ખાલી હતા. બેડની કોઈ અછત રહેશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.